સુરતમાં ગેરકાયદે બાંધકામમાં તોડ માટે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે કેટલાક કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં
પાલિકાના કેટલાક કર્મચારીઓ ગેરકાયદે બાંધકામ ની માહિતી આરટીઆઈ એક્ટીવિસ્ટને પહોંચાડતા હોવાની ઢગલેબંધ ફરિયાદો આવી છે અનેઆરટીઆઈ એક્ટિવિસ્ટ અને કર્મચારીઓની સાંઠગાંઠ અંગે અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
સુરત પાલિકાના મોટાભાગના તમામ ઝોનમાં ગેરકાયદે બાંધકામ માટે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ગેરકાયદે બાંધકામ અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ ની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત પાલિકા તંત્ર જાગ્યું છે. અને આઈ ટી આઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામા આવેલી બાંધકામ ની અરજી ની કુંડળી તપાસમાં આવી રહી છે. જોકે, ગેરકાયદે બાંધકામ માં તોડ થાય છે તેમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે સાથે પાલક ના ઝોનના શહેરી વિકાસ વિભાગના કેટલાક કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવે છે.
સુરતમાં પાલિકાના અધિકારીઓ અને રાજકારણીઓને મીલી ભગત માં ગેરકાયદે બાંધકામ થયા હોવાની સંખ્યાબંધ ફરિયાદ છે. તેમાં પણ છેલ્લા કેટલાક વખતથી આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પણ ગેરકાયદે બાંધકામ ની અરજી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ ગેરકાયદે બાંધકામ ની અરજી કરનારા સામે હિંસક હુમલા પણ થઈ રહ્યાં છે. એવા આક્ષેપ થાય છે કે 70 ટકાથી વધુ ગેરકાયદે બાંધકામની અરજી તોડ કરવા માટે થાય છે. ગેરકાયદે બાંધકામ માટે અરજી થાય છે તેની સામે કાર્યવાહી કરવાના બદલે સમાધાન થાય છે તેવી ફરિયાદ થઈ રહી છે. તેમાં પણ હાલમાં સ્કૂલ સંચાલકો પાસે પૈસા પડાવવાનો કિસ્સામાં મહેન્દ્ર પટેલ નું નામ બહાર આવ્યા બાદ પાલિકા તંત્ર જાગ્યું છે. પાલિકાએ ગંરરાકયેદ બાંધકામ સામે અરજી કરનારા આરટીઆઈ એક્ટિવિસ્ટનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ કામગીરી થશે કે કેમ તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે સાથે પાલિકાના ઝોનમાં શહેરી વિકાસ વિભાગના કેટલાક કર્મચારીઓ કુંડળી પણ ચકાસણી કરવી જરૂરી છે. એવા આક્ષેપ થઈ રહ્યો છે કે ગેરકાયદે બાંધકામ અંગેની માહિતી પાલિકાના જ કેટલાક કર્મચારીઓ આરટીઆઈ એક્ટિવિસ્ટને આપે છે અને ત્યાર પછી અરજી થાય છે અને પછી અરજીના નામે તોડ થઈ રહ્યો છે. આવા અનેક આક્ષેપ બાદ આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે પાલિકાના કેટલાક કર્મચારીઓની તપાસ પણ સઘન થાય તો આખા રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.