Get The App

લોકસભાની ચૂંટણી તેમજ ક્રિકેટ સટ્ટો ઓનલાઈન રમાડતા ગેમ્બલર સામે ફરિયાદ

Updated: May 5th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણી તેમજ ક્રિકેટ સટ્ટો  ઓનલાઈન રમાડતા ગેમ્બલર સામે ફરિયાદ 1 - image


Image Source: Freepik

લોકસભાની ચૂંટણી અનુસંધાને શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયાની ચેનલો પર  દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સર્વિલન્સ શરૂ કરવામાં આવ્યું છે. એસ.ઓ.જી પોલીસના કોન્સ્ટેબલ દ્વારા ટેલિગ્રામ ચેનલ પર  ગેમ્બલર ઓનલાઇન બુક નામની ચેનલ ઓપન કરતા તેમાં 34000 સબસ્ક્રાઈબર જણાવ્યા હતા. જેમાં રજીસ્ટ્રેશન માટે લીંક આપી હતી તેમાં લોગીન કરતા તમામ પ્રકારની ગેમમાં બેટ લગાવવાની તેમજ સેલ્ફ ડિપોઝિટ અને સેલ્ફ વિદ્રોલના ઓપ્શન આપ્યા હતા હોમ સ્ક્રીન પર ક્રિકેટ , ટેનિસ, સોકર, ઇન્ડિયન કસીનો જેમાં તીન પત્તી અંદર બહાર લુડો ડ્રેગન ટાઈગર વગેરે ગેમો તથા ઈન્ટરનેશનલ કસીનો મટકા અને લોકસભા 24 વગેરે પર બેટ લગાવવાની ગેમ ઓફ ચા રમાડવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું. 

પેમેન્ટના ઓપ્શનમાં તપાસ કરતા state bank ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ તથા એચડીએફસી બેન્કના એકાઉન્ટ નંબર હતા. હેલ્પલાઇન નંબર પર ક્લિક કરતા એક મોબાઇલ ફોન નંબર મળ્યો હતો જે નંબર ની ડિટેલ જોતા મહેશ લક્ષ્મણદાસ ગંગવાણી રહેવાસી હરિ હર એપાર્ટમેન્ટ વારસિયા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News