Get The App

મહુવા શુગરને એડવાન્સ રૃા.10 કરોડ અપાતા સુમુલના કારભાર અંગે સ્ટેટ રજીસ્ટ્રારને ફરિયાદ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
મહુવા શુગરને એડવાન્સ રૃા.10   કરોડ અપાતા સુમુલના કારભાર અંગે સ્ટેટ રજીસ્ટ્રારને ફરિયાદ 1 - image



- પશુપાલકોમાંથી વિશ્વાસ ઉઠી જવાની ભીતિઃ સુમુલના આઠ ડીરેકટરોએ લેખિત વાંધો રજૂ કર્યો હતો તેની કોપી રજીસ્ટ્રારને મોકલાઇ

        સુરત

સુરત જિલ્લાની મહુવા શુગર ફેકટરીને મોલાસીસના એડવાન્સ પેટે ચૂકવેલા રૃા.૧૦ કરોડને લઇને સુમુલના આઠ ડીરેકટરોએ વાંધો ઉઠાવતા સુમુલમાં ચાલી રહેલ કારભારને લઇને રાજય રજિસ્ટ્રારમાં એક રજુઆત કરીને આ કેસમાં ગુજરાત સહકારી કાયદાની અલગ અલગ કલમ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરાઇ ેછે. સાથે જ તપા, કરીને યોગ્ય કાર્યવાહી કરશો નહીંતર પશુપાલકોનો વિશ્વાસ ઉઠી જશે.

તાજેતરમાં જ સમુલ ખાતે મળેલી બોર્ડ મીટીંગમાં મહુવા ખાંડ ઉદ્યોગને મોલાસીસ ખરીદી પેટે એડવાન્સમાં આપેલા રૃા.૧૦ કરોડને લઇને આઠ ડીરેકટરોએ લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો કે સુમુલ પાસે ૪૫૦૦ ટનનો મોલાસીસનો સ્ટોક ઉપલબ્ધ હતો. તો પછી મહુવા ખાંડ ઉદ્યોગ પાસેથી ૧૦ હજાર ટન મોલાસીસ એક સાથે પુરી પાડવાની ક્ષમતા ના હોવાછતા રૃા.૧૦ કરોડ જેટલી માતબર રકમ ચૂકવાઇ છે. આટલી મોટી રકમ આપતા અગાઉ તે અંગે બોર્ડ ઓફ ડીરેકટર્સની મીટીંગમાં કોઇ ઠરાવ કરવામાં આવેલ નથી. સંસ્થામાં નાનામાં નાની વસ્તુ ખરીદવા માટે ઇ- ટેન્ડર થતુ હોવાછતા આવી કોઇ પ્રકિયા વગર જ આટલી મોટી રકમના મોલાસીસ ખરીદી કરી ગંભીર ગેરકાયદેસરતા આચરેલ છે.

આઠ ડીરેકટરોએ બોર્ડ મીટીંગમાં જે વાંધાઓ રજુ કર્યા હતા. તે વાંધાની કોપી લેખિતમાં રાજય રજિસ્ટ્રારને એક કોપી મોકલીને ફરિયાદ કરવામાં આવી છે કે દેખીતી રીતે જ ગેરકાયદે ગણાય છે. આથી ચેક ઉપર સહી કરવામાં સુચના તથા મંજુરી આપેલ હોય તે તમામ સદર રકમ ચૂકવવા બાબતે અંગત રીતે જવાબદાર ગણાય છે. આ સમ્રગ વ્યવહાર જ ગેરકાયદે હોય અને ઠરાવ દ્વારા બહાલી આપવામાં આવી હોવાથી સંસ્થા વિરુદ્રનું કાર્ય કરેલ હોયઅને પોતાના હોદ્દાના દુરૃપયોગ કરેલ હોય તેવા સંજોગોમાં આ વ્યવહારમાં સામેલ તમામ અધિકારીઓ અને હોદેદારો વિરુદ્ર પશુપાલકોના હિતમાં ગુજરાત સહકારી કાયદાની કલમ ૭૬ ( બી), ૮૬ અને ૯૩ અન્વયે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ. નહીંતર હજ્જારો પશુપાલકોના નાણાંનો દેખીતી રીતે જ દુરપયોગ થયો હોવાથી કાર્યવાહી ના કરશો તો પશુપાલકોનો સહકારી તંત્રમાંથી વિશ્વાસ ઉઠી જશે.


Google NewsGoogle News