સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમના સ્ટાફે કફન માટે પૈસા માંગ્યાની ફરિયાદ
- વરાછામાં 18 વર્ષીય રક્ષિતા સુતરીયાએ આત્મહત્યા કરતા સ્મીમેરમાં મૃતદેહ લવાયો હતો, રૃા.800ની માંગ થઇ
સુરત :
વરાછામાં બરોડા પ્રિસ્ટેજ ખાતે ગત બપોરે ઝેરી દવા પી ગયેલી યુવતીનું ટુંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીંપજયું હતું. જોકે તેના મૃતદેહ પર ઓઢાડવા માટે કફન માટે સ્મીમેરના પોસ્ટમોર્ટમ રૃમના કર્માચારી પૈસાની માંગ કરી હોવાની ફરીયાદ તેના પરિવારના સભ્યોએ સ્મીમેરના તંત્રને કરી હોવાનું જાણવા મળે છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં બરોડ પ્રિસ્ટેજ પાસે વર્ષા સોસાયટીમાં રહેતી ૧૮ વર્ષીય રક્ષિતા કિશોર સુતરીયા ગત બપોરે ઘરમાં કોઇ કારણસર ઝેરી પાવડર પી ગઇ હતી. જેથી તેને સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી. બાદમાં તેનો મૃતદેહને સ્મીમેરમાં પોસ્ટમોર્ટમ રૃમમાં મુક્યો હતો. દરમિયાન રક્ષિતાના કાકા અલ્પેશભાઇએ કહ્યુ કે, પાલિકા દ્રારા સ્મીમેર હોસ્પિટલમાં મફત મૃતદેહને ઓઢાડવા માટે કફ આપવામાં આવે છે. છતા સ્મીમેરમાં પોસ્ટમોર્ટમના કર્માચારીને કફન માટે અમારી પાસે રૃા.૮૦૦ માંગ્યા હતા. જેમાં એક કફન, પ્લાસ્ટીકની બેગ અને ન્હવડા માટે સાબુ મળશે, જોકે પોસ્ટમોર્ટમ રૃમા કર્માચરીએ કફન માટેના રૃા.૮૦૦ માંગ્યા હોવાની આક્ષેપ સાથે ફરીયાદ સ્મીમેર હોસ્પિટલના તંત્રને તેમના પરિવારે કરી છે. જયારે સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સીક વિભાગના વડા ડો. ઇલ્યાશ શેખે કહ્યુ કે, કફન માટે પૈસા લેવામાં આવતા નથી. આ અંગે હકીકત જાણવા માટે તપાસ કરવવામાં આવશે. નોધનીય છે કે, રક્ષિતા મુળ ભાવનગમાં તળાજાની વતની હતી. તેના બે ભાઇ અને એક બહેન છે. તેના પિતા રત્નકલાકારનું કામ કરે છે. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.