ગોલ્ડન ટેમ્પલ પરિસરમાં શીર્ષાસન કરનાર યુવતીને ધમકી,'અમારા ગ્રુપના બે સભ્યોની નજર છે,તું ઇચ્છે ત્યાં મારી નાંખીશું'

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Archna Makwana


Vadodara Archna Makwana Golden temple News  અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ગુરૃદ્વારાના પરિસરમાં શીર્ષાસન કરનાર વડોદરાની યુવતીને મેલથી ધમકી મળતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરાની અર્ચના મકવાણા નામની યુવતીએ તા.21મી જૂને યોગ દિવસે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ગુરૃદ્વારામાં માથું ટેકવ્યું હતું અને ત્યારબાદ તેણે પરિસરમાં તળાવ કિનારે યોગાસન કર્યા હતા.જેમાંથી શીર્ષાસન કરતો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઇ હતી અને અર્ચના સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોવાની વાત ચર્ચામાં હતી.

તો બીજી તરફ આ બનાવ બાદ યુવતીએ પોસ્ટ ડિલીટ કરી માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો.પરંતુ તેમ છતાં તેને ધમકી ભર્યા મેલ મળતાં આખરે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ કહ્યું છે કે,રાણા શર્મા નામના ઇમેલથી તેને તા.25મીએ બપોરે 12.56 કલાકે ધમકી મળી હતી.જેમાં તેણે કહ્યું હતું કે, અમે તારા ઘરમાં ઘૂસી જઇશું અને તું જ્યાં ઇચ્છે ત્યાં મારી નાંખીશું.અમારા ગુ્રપના બે સભ્યો તારા પર નજર રાખી રહ્યા છે. કાં તો શ્રી હર મંદિર સાહેબમાં આવી માફી માંગો નહિંતર તને મારી નાંખવામાં આવશે. શું ઘર અને દુકાનમાં મંદિરની મૂર્તિ સમક્ષ ક્યારેય આવા યોગ કર્યા છે? આ પ્રકારના બીજા પણ મેલ મળ્યા હોવાથી કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News