Get The App

જામનગર નજીક 220 કે.વી. સબ સ્ટેશનમાંથી પોણા બે લાખની કિંમતના વાયરની ચોરી થયાની ફરિયાદ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક 220 કે.વી. સબ સ્ટેશનમાંથી પોણા બે લાખની કિંમતના વાયરની ચોરી થયાની ફરિયાદ 1 - image


Jamnagar Theft Case : જામનગર નજીકથી ઠેબા ચોકડી પાસે 220 કે.વી. સબ સ્ટેશનના એરિયામાં કોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને મેદાનમાં રાખવામાં આવેલા જુદા જુદા વાયરના બંડલો કિંમત રૂપિયા પોણા બે લાખની કિંમતના કેબલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 જામનગર નજીક ઠેબા ચોકડી પાસે જેટકોનું 220 કેવી સબ સ્ટેશન આવેલું છે, જ્યાં ઇલેક્ટ્રીકને લગતો માલ સમાન રાખવામાં આવ્યો છે. જે સબ સ્ટેશનના એરિયામાં દિવાલ કૂદીને કોઈ તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, અને જુદા જુદા વાયરના બંડલોમાંથી કુલ રૂપિયા 1,75,000 ની કિંમતના કેબલની ચોરી કરી લઈ ગયા હતા.

 જે બનાવ અંગે હરિસિંહ નાથુભા જાડેજાએ પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.


Google NewsGoogle News