શિક્ષણ વિભાગને સડો લાગ્યો: કપડવંજ તાલુકાની સરકારી પ્રાથમિક સ્કૂલમાં ડમી શિક્ષકની ફરિયાદ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
શિક્ષણ વિભાગને સડો લાગ્યો: કપડવંજ તાલુકાની સરકારી પ્રાથમિક સ્કૂલમાં ડમી શિક્ષકની ફરિયાદ 1 - image


Teacher Controversy : રાજ્યમાં શિક્ષણ વિભાગ જાણે રામ ભરોસે ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એક પછી એક શિક્ષકોને પોલ ઉઘાડી પડી રહી છે. જે પ્રમાણે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે જોતાં લાગે છે કે સરકારી શાળામાં કઇ કક્ષાની લાલિયાવાડી ચાલી રહી છે. દાંતા તાલુકાના પાન્છાની શિક્ષિકા અને વાવના ઉચપાના શિક્ષકના કિસ્સા બાદ હવે કપડવંજ તાલુકાના માલ ઇટાડી ગામેથી ડમી શિક્ષકનો કિસ્સો સામે આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ તાલુકાના માલ ઈટાડી પગી ભાગના પેટા પરા વાંટા શિવપુરા સરકારી પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક કરજ બજાવતો હોવાનો એક વીડિયો આજે વાઈરલ થયો હતો અને આ મુદ્દે ફરિયાદ ઉઠી છે ત્યારે ખેડા જિલ્લા ડીપીઈઓ દ્વારા હવે તપાસ કરાશે.

માલ ઈટાડી પગી ભાગના પેટા પરા વાંટા શિવપુરા સરકારી શાળામાં તપાસ કરતા સરકારી પ્રાથમિક સ્કૂલમાં એક શિક્ષકની જગ્યાએ બીજા કોઈ ડમી શિક્ષક ભણવાતો હોવાની ફરિયાદ ઉઠી છે. જો કે હાલ કોઈ તપાસ થઈ નથી. પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આ ઘટના ની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ બહાર આવી શકે છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી વીડિયોની વિગતો મુજબ કપડવંજ તાલુકાના શિવપુરા માં મુખ્ય શિક્ષકની જગ્યાએ નક્લી શિક્ષક વિધાથીઓ ને ભણાવતો હોવાનું ધ્યાને આવ્યુ છે. જે સરકારી શિક્ષક હતો તેના બદલે નકલી શિક્ષક શાળા એ જતો હોઈ અને બદલામાં સરકારનો પગાર મૂળ શિક્ષક લેતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

નિર્દોષ ભાળકોએ પણ અન્ય કોઈ બહારના શિક્ષક મૂળ શિક્ષકની જગ્યાએ આવતા હોવાનું જણાવ્યુ હતું.જ્યારે આ અંગે ખેઠાના ડીપીઈઓને પુછતા તેઓએ જણાવ્યું કે અમને મીડિયા દ્વારા આ બાબતે જાણ થઈ હતી અને અમે હાલ પ્રાથમિક પુછપરછ કરાવી હતી. જેમાં મૂળ શિક્ષક પુસ્તકો લેવા માટે ગયા કોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે કેટલાક સામજનોએ આચાર્યને એવું લખીને પણ આપ્યું છે કે મૂળ શિક્ષક રોજ આવે છે. જો કે તેમ છતાં આ ભાભતે આવતીકાલે રૂબરૂ તપાસ કરાવાશે અને સઘન તપાસ કરાવવામાં આવશે.

વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં ઉચપા પ્રાથમિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની રજિસ્ટ્રેશન સંખ્યા 321 છે. શાળામાં કુલ 11 શિક્ષકો છે જે ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને ભણાવે છે. 11 શિક્ષકો પૈકીના એક શિક્ષક, છેલ્લા બે વર્ષથી સતત કે ગેરહાજર છે.જેથી આ સ્કૂલમાં હવે એક શિક્ષકની ઘટ સાથે 10 નો સ્ટાફ કાર્યરત છે. ગત 10 -11 -2022 થી આ સ્કૂલમાં ધોરણ 1 થી 5 ના વર્ગ શિક્ષક એવા દર્શનભાઈ ચૌધરી સતત ગેરહાજર છે. ગેરહાજરી વિશે શાળાના આચાર્યને કોઈ પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો નથી. 

આ પણ વાંચો : બનાસકાંઠા : 8 વર્ષથી અમેરિકામાં બેઠા-બેઠા પગાર ખાતા શિક્ષિકા મુદ્દે હોબાળો, તપાસના આદેશ

જેથી આ ગંભીર બેદરકારી મામલે શાળાના આચાર્ય નિયત સમય મર્યાદામાં સેન્ટર શાળા, વાવ તાલુકા પ્રાથમિક અધિકારી, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આ શિક્ષકની સતત ગેરહાજરી મામલે લેખિત રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી છેલ્લા બે વર્ષ ના સમય બાદ પણ આ શિક્ષક કેમ ગેરહાજર છે? તેને લઇને જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની તસદી સુદ્ધાં લીધી નથી.

બનાસકાંઠામાં શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં છતાંય પગાર ચાલુ, વર્ષે એક વખત ગુજરાત આવે

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એક વાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા હોવાની ફરિયાદો ઊઠી છે.

આ પણ વાંચો : લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસે

પ્રિન્સીપાલે સ્થાનિક સહિતની ઉચ્ચ કક્ષાએ જાણ કરી

અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી  અમેરિકામાં સ્થાયી થયા છે. છતાં તેમેનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે. વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે અને હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવે છે.


Google NewsGoogle News