Get The App

ખેતરમાં પશુઓ દ્વારા ભેલાણ કરાવી નુકશાનની ફરિયાદ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
ખેતરમાં પશુઓ દ્વારા ભેલાણ કરાવી નુકશાનની ફરિયાદ 1 - image


- દસાડાના અખિયાણા ગામની સીમના

- જીરાના પાક તેમજ કડબને ઘેટાં-બકરાં ચરી જતા બે પશુ પાલક વિરૂદ્ધ ગુનો

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના અખીયાણા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘેટા-બકરા ચલાવી ખેડુુતના જીરાના પાકનું તેમજ કડબને નુકશાન પહોંચાડયાની ભોગ બનનાર ખેડુતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસાડાના અખીયાણા ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડુત તેમજ ફરિયાદી ગણપતભાઈ ભગવાનભાઈ ગઢીયાએ ઉધ્ધડ વાવવા માટે અખીયાણા ગામની સીમમાં રાખેલ ખેતરમાં જીરાનું વાવેતર કર્યું છે ત્યારે ફરીયાદી ખેતરમાં આંટો મારવા ગયા ત્યારે ગામમાં જ રહેતા બે શખ્સો રત્નાભાઈ કમાભાઈ ભરવાડ અને નવધણભાઈ પોપટભાઈ ભરવાડ બન્નેના અંદાજે ૧૫૦-૨૦૦ ઘેટા-બકરા ખેતરમાં વાવેલ જીરાના ક્યારામાં ચલાવીને જતા હતા આથી ફરિયાદીએ બન્નેને ખેતરમાંથી ઘેટા બકરાને બહાર લઈ જવાનું જણાવતા ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને એક લાફો ઝીંકી દીધી હતો. ત્યારબાદ ફરિયાદીએ તપાસ કરતા ઘેટા-બકરા દ્વારા જીરામાં તેમજ ખેતરના શેઢે એકત્ર કરેલ કડબને પણ નુકશાન પહોંચાડયું હતું આથી ભોગ બનનાર ફરિયાદીએ બે શખ્સો સામે ઘેટા-બકરા ચરાવી પાકને નકશાન કર્યાની તેમજ લાફો ઝીંક્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.


Google NewsGoogle News