Get The App

પરિણીતાને મારઝૂડ કરી તલાક આપી દેવાની ધમકી આપતા ફરિયાદ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
પરિણીતાને મારઝૂડ કરી તલાક આપી દેવાની ધમકી આપતા ફરિયાદ 1 - image


Image Source: Freepik

માંડવી રાજપરાની પોળમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન તારીખ 15 10 2017 ના રોજ નવાબ વાડામાં રહેતા મોઈન ખાન પઠાણ સાથે થયા હતા એક વર્ષ સુધી અમારો સંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ ઘરના કામકાજને લઈને મારા પતિ સાસુ સસરા તથા નણંદ અવારનવાર બોલાચાલી  કરતા હતા. બાળકના જન્મ પછી પણ તેઓ ત્રાસ આપતા હતા તેઓ મને પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતા હતા.

મારા ભાઈઓ મકાનની ખરીદી માટે પણ અમને પૈસા આપ્યા હતા મારા પતિ મારા ઉપર શંકા રાખતા હોવાનો ફાયદો ઉઠાવી સાસુ અને નણંદ તેની ચઢમણી કરતા હતા જેથી મારા પતિ મને મારઝૂડ કરી કલાક આપી દેવાની ધમકી આપતા હતા. હાલમાં હું પિયરમાં રહું છું મારા પતિ મને તેડી જવાની પણ ના પાડી રહ્યા છે.


Google NewsGoogle News