જામનગર પાસે કાર પલટી જતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ
Jamnagar Accident : જામનગર નજીક ઠેબા ગામ પાસે પરમદિને રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને એક યુવાનનું અંતરીયાળ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણને ઇજા પહોંચી હતી. જે અકસ્માત સર્જનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના નુરીપાર્ક વિસ્તારમાં રહેતા ચાર યુવાનો જી.જે. 10 ડી.ઇ. 7940 નંબરની કારમાં મોટી માટલી ગામે ગયા હતા, અને ત્યાંથી રાત્રિના દોઢ વાગ્યે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ઠેબા ગામ પાસે કાર પલ્ટી મારી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં અયાન ભાઈ રફિકભાઈ ખફી નામના યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત કારમાં બેઠેલા કારના ચાલક ફૈઝલ હનીફભાઈ યાફાઈ તેમજ આયમાં ઈમરાનભાઈ જામી, તેમજ રેહાન આરીફભાઈ સોલંકીને નાની મોટી ઈજા થઈ હતી, અને તમામને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ અકસ્માતના બનાવ અંગે પંચકોષી એ. ડિવિઝન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, અને કાર ચલાવનાર ફૈઝલ હનીફભાઈ ખફી સામે બેદરકારીપૂર્વક કાર ચલાવવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે તે હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.