Get The App

મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સામે 71.33 લાખના ચેક રિટર્નની રાજકોટ કોર્ટમાં ફરિયાદ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સામે 71.33 લાખના ચેક રિટર્નની રાજકોટ કોર્ટમાં ફરિયાદ 1 - image


ગુંદાલાની સીમના જમીન વેંચાણ પ્રકરણમાં

૨ કરોડ ૨૩ લાખ ૮ હજાર ૪૩૨ રૂપિયામાં સોદો થયા બાદ બાકી રહેતા ૭૧.૩૩ લાખ આપવાના પાકા વચન સાથે લેખિત કરાર બાદ ત્રણેય ચેકો પરત ફર્યા

ભુજ: મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સામે રાજકોટની કોર્ટમાં ૭૧.૩૩ લાખના ચેક રિટર્નની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના ફરિયાદી કાંતિલાલ ભીમાણીને ચેક આપવામાં આવ્યો હતો જે ચેક રિટર્ન થતા આ ફરિયાદ નોંધાઈ છે. 

મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને મુંદરાના કોર્પોરેટર અલ્પાબાના પતિ ધુ્રવરાજસિંહ બહાદુરસિંહ ચુડાસમા સામે રાજકોટની કોર્ટમાં ૭૧,૩૩ લાખના ચેક રિટર્નની ફરિયાદ દાખલ થઈ છે. જે અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ મુંદરા તાલુકાના મોજે ગામ ગુંદાલાની સીમના સર્વે નં. ૮ વાળી ક્ષેત્રફળ એકર ૨-૩૯ ગુંઠા, હે.આરે.ચો.મી. ૧-૨૦-૪૦ વાળી જમીન તેમજ સર્વે નં. ૯/૩ ક્ષેત્રફળ એકર ૧-૩૩ ગુંઠા, હે.આરે.ચો.મી. ૦-૭૩-૮૬ વાળી જમીન વર્ષ ૨૦૧૧ રજી. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. તેનું વેચાણ કરવાનું આયોજન કરતા તહોમતદાર ધુ્રવરાજસિંંહે ફરીયાદી કાંતિલાલભાઈનો રૂબરૂ સંપર્ક કર્યો હતો અને ફરીયાદીને પ્રતિ ચો.વા. લેખે રૂા.૧૦૦૦/- આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વેચાણની શરતો મુજબ વેચાણમાંથી નફાના ૩૩ ટકા ફરીયાદીને, ૬૬ ટકા ધુ્રવરાજસિંહને અને બાકી રહેતા ૧ ટકા સામાજિક કાર્યમાં ઉપયોગ કરવાનું પરસ્પર લેખીતમાં નક્કી થયેલું. રૂ.૨ કરોડ ૨૩ લાખ ૮ હજાર ૪૩૨માં સોદો કરવામાં આવેલો. જેમાંથી રૂ.૭૨ લાખ સાટાખત વખતે અને રૂ.૮૦ લાખ ૮ હજાર ચેકથી અને રૂ.૧૩.૫૦ લાખ આંગડિયા મારફત ફરીયાદી કાંતિલાલને ચુકવી આપવામાં આવેલ હતા. જે પછી ધુ્રવરાજસિંહ પાસેથી કાયદેસરની લેણી નીકળી રૂ. ૭૧,૩૩,૩૪૫ ના પાકા વચન અને વિશ્વાસ સાથે લખી આપ્યા હતા.  જે ત્રણેય ચેકો એડવાઈઝ નોટ રીસીડ તેમજ ઓલ્ટરેશન ઓન ઈન્સ્ટ્રુમેન્ટ અધર ધેન ડેટ ફીલ્ટના શેર સાથે પરત ફરતા  જેથી રાજકોટના જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ  કલાસની કાર્ર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલો છે.



Google NewsGoogle News