જામજોધપુરમાં રેતી ભરવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચેની તકરારના પ્રકરણમાં વળતી ફરિયાદ
Jamnagar Crime : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા મેસુરભાઈ રાજાભાઈ કોડીયાતર નામના 35 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા રાજાભાઈ ઉપરાંત પુત્ર બ્રિજેશ અને ભાઈ રામાભાઇ ઉપર હુમલો કરવા અંગે જામજોધપુર પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે ચાર આરોપીઓ વિજય લાખાભાઈ મુછાર અને તેના ભાઈ રામાભાઈ લાખાભાઈ મુછાર ઉપરાંત મેહુલ અરજણભાઈ મુછાર અને કાનાભાઈ દેવાભાઈ મુછાર સામે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.
દરમિયાન સામા પક્ષના વિજય લાખાભાઈ નામના 24 વર્ષના રબારી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના બે સભ્યો પર હુમલો કરવા અંગે મૈસુર રાજાભાઈ કોડીયાતર, રામાભાઇ રાજાભાઈ કોડીયાતર, અને રાજાભાઈ કોડીયાતર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે વળતી ફરિયાદ નોંધી છે.