જેલમાં થયેલી મિત્રતા બાદ બળજબરી પૂર્વક નાણાં માંગી ધમકી આપતાં ફરિયાદ
વડોદરાઃ દાહોદની જેલમાં થયેલી મિત્રતા બાદ બળજબરી પૂર્વક નાણાં માંગી ધમકી આપનાર ઝાલોદના બે શખ્સ સામે ગુનો નોંધાયો છે.
ઇલોરાપાર્ક રોડ પર મુદ્રા કોમ્પ્લેક્સ ખાતે રહેતા એઝાઝહુસેન સૈયદે પોલીસને કહ્યું છે કે,દાહોદના એક કેસમાં મારું નામ પણ હોવાથી હું દાહોદની જેલમાં ગયો હતો અને તે દરમિયાન સદ્દામ ઇસ્માઇલ મતાદાર સાથે મિત્રતા થઇ હતી.
તે મને મદદરૃપ થયો હોવાથી મેં તેને રૃપિયા પણ આપ્યા હતા.ગઇ તા.૨૬મી નવેમ્બરે સદ્દામ અને યાસિન મતાદારે ફોન પર ધમકી આપી રૃપિયાની માંગણી કરી હતી અને નાણાં નહિ આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.જેથી ગોરવા પોલીસે ઝાલોદના બંને શખ્સ સામે ગુનો નોંધ્યો છે.