પૂર્વ પ્રેમિકાના ન્યૂડ ફોટા અને વિડિયો વાયરલ કરનાર યુવક સામે ફરિયાદ
Vadodara Harrasment : બી.એડનો અભ્યાસ કરતી 24 વર્ષની યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2022 માં અંકિત સંજયભાઈ પટેલ રહેવાસી સાવલી ગામ તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સાથે મારે પ્રેમ સંબંધ હતો. અમારો સંબંધ બે વર્ષ સુધી ચાલુ રહ્યો હતો તે સમય મોબાઇલ ફોન પર અમે નિયમિત વાતચીત કરતા હતા અને વીડિયો કોલ પણ થતા હતા. અમારા બંનેના ભવિષ્યમાં લગ્ન થવાના હોવાથી અંકિત મને અમુક સમયે વીડિયો કોલમાં બીભત્સ માંગણી કરતો હતો.
થોડા સમય પછી મને અંકિત સાથે ફાવતું નહીં હોવાથી તેમજ તેનો સ્વભાવ શંકાશિલ હોવાથી મે સંબંધ તોડી નાખ્યો હતો. સંબંધ તોડ્યા પછી અંકિત મારા નામના આઈડી ઈન્ટાગ્રામ પર બનાવી ખરાબ શબ્દો લખતો હતો. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસ અટકાયતી પગલા લીધા હતા. થોડા દિવસો પહેલા મારી સગાઈ અન્ય યુવક સાથે થઈ હતી. અંકિતે એક ગ્રુપમાં મારા ન્યુડ ફોટા અને વિડિયો મૂક્યા હતા તેમજ મારી જેની સાથે સગાઈ થઈ હતી તેને પણ મારા ફોટા મોકલ્યા હતા.