સાવરકુંડલાના વંડાની સ્કૂલના બે શિક્ષકો સામે દૂષ્કર્મ આચર્યાની ફરિયાદ
સૃષ્ટિ વિરૂધ્ધના દુષ્કૃત્યમાં આચાર્યએ મદદગારી કર્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા ખળભળાટ : વધુ એક વાલીએ પોતાના પુત્ર સાથે દુરાચાર થયાનો આક્ષેપ કર્યો
અમરેલી, : સાવર કુંડલા તાલુકાના વંડા ગામની એક સ્કૂલના શિક્ષકે ગુરૂ શિષ્ય ના સબંધને બટ્ટો લગાડી અગાઉ બે વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધ નું કૃત્ય કરવાની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક ફરિયાદમાં આ શિક્ષક સહિત બે શખ્સો એ અવાર નવાર સૃષ્ટિ વિરૂધ્ધ નું કૃત્ય આચરેલ હોવાની અને સ્કૂલના આચાર્ય એ મદદગારી કર્યા સાવરકુંડલાની જી.એમ બિલખિયા સ્કૂલની હોસ્ટેલમાં એક શિક્ષક સહિત બે અન્ય લોકો વિરૂદ્ધ વિદ્યાર્થીના વાલી દ્વારા આક્ષેપ કરી પુત્ર પર અવાર-નવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું તેમજ આચાર્યએ પણ મદદગારી કરી હોવાની વંડા પોલીસ મથક ખાતે આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતમાં ઉહાપોહ મચી ગયો છે સાથે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે.સાવરકુંડલા તાલુકાના એક ગામમાં રહેતા વાલીએ આચાર્ય વિજય,વિશાલ સાવલિયા અને કચ્છી મીત નામના શિક્ષકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ગંભીર આરોપો લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
આ વાલીએ પોતાની ફરિયાદમાં આરોપ મુક્યા હતા કે,જી.એમ બિલખિયા સ્કૂલની હોસ્ટેલમાં રહી તેનો દીકરો અભ્યાસ કરી રહ્યો હતો.તેના ગૃહપતિ તરીકે તથા પી.ટી શિક્ષક તરીકે ફરજ બજાવતો વિશાલ સાવલીયાએ અગાઉ સ્કૂલના પ્રિન્સિપાલના રૂમમાં તથા સ્કૂલમાં જે રૂમમાં રહેતો હતો ત્યાં કોઈ પણ બહાને પોતે બોલાવી અથવા કચ્છી મીત નામના શખ્સ દ્વારા બોલાવી તેના દીકરાને માર મારી કપડાં કઢાવી બાદ આશરે વીશેક વાર સૃષ્ટિ વિરૂદ્ધનું ગંદુ કામ કર્યું હતું.આ બાબતે કોઈને વાત કરશે તો સ્કૂલમાંથી સર્ટી કાઢી નાખવાની ધમકી આપી હતી.આ ઉપરાંત કચ્છી મીત નામનો શખ્સ દ્વારા પણ તેના દીકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું ગંદુ કૃત્ય આચર્યું હતું.
આ ઉપરાંત આચાર્ય વિજય સરને બાબતને લઈને તેના દીકરા દ્વારા વાત કરી અને જાણ કરી હોવા છતાં બંને શખ્સો વિરૂદ્ધ કોઈ કાયદેસરનો ગુન્હો દાખલ નહિ કરી તેમજ ઉપરી કે સક્ષણ અધિકારીને જાણ નહિ કરી બનાવની હકીકતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવને લઈને વંડા પોલીસ મથક ખાતે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ હતી.