કલોલના પૂર્વમાં યુવક ઉપર હુમલો કરનાર બે સામે ફરિયાદ
કલોલ : કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં સ્મશાનમાં સમાધિ બનાવી છે તે
માટે રૃપિયાની માગણી કરી યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો યુવકને લોખંડની પાઇપ
અને છરી વડે માર મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ
જવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બનાસ નગર માં રહેતા મહેન્દ્રગીરી જયંતિ ગીરી ગોસ્વામીને રમેશ
ભીખાભાઈ રાવળ એ ફોન કરીને કહેલ કે પાંચ
લાખ રૃપિયા આપી દેજે નહિતર સવારે તારા ત્યાં ટેહલકો મચી જશે જેથી તેમણે કહ્યું કે તું શેના પૈસા માંગે
છે તો તેણે કહેલ કે પૂર્વ માં આવેલ સાર્વજનિક સ્મશાનમાં તારા પિતાજીની સમાધિ કરેલ
છે તેના પૈસા આપવા પડશે ત્યારબાદ તેઓએ ફોન મૂકી દીધો હતો અને સવારે તેમની બાજુમાં
રહેતા તેમના મિત્રએ ફોન કરીને સ્મશાનમાં તમારે પિતાજીના સમાધિને નુકસાન કરેલ છે
જેથી તેઓ સ્મશાનમાં પહોંચતા તેમના પિતાજીની સમાધિ ઉપરના સાઈડનો મુકુટ તોડી
નાખવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મળેલા રમેશભાઈ
ભીખાભાઈ રાવળ અને ગોવિંદભાઈ ભીખાભાઈ રાવળ તથા સાગરભાઇ વિક્રમભાઈ લુહાર એ તેમને
પોલીસને બોલાવ તેમ કહીને તેમની પાસે રહેલ લાકડીના ધોકા અને લોખંડની પાઇપો વડે માર
માર્યો હતો તેમ જ છરી વડે હુમલો કરવામાં આવતા તેમને ઇજાઓ પહોંચી હતી જેથી તેમને
સારવાર માટે હોસ્પિટલમાં ખશેડવામાં આવ્યા હતા બનાવ અંગે તેઓએ હુમલો કરનાર રમેશભાઈ
ભીખાભાઈ રાવળ તથા ગોવિંદભાઈ વિકાભાઈ રાવળ અને સાગરભાઇ વિક્રમભાઈ લુહાર સામે ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.