જામનગર PGVCLના તત્કાલિન અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ, કોન્ટ્રાક્ટરની પત્નીએ નોંધાવ્યો ગુનો
Dhrol News : ગુજરાતમાં દુષ્કર્મ, હત્યા, મારામારી સહિતના અનેક ઘટનાઓ વધી રહી છે, ત્યારે જામનગરના ધ્રોલમાં PGVCL કચેરીના તત્કાલિન આસી. સેક્રેટરી સામે કોન્ટ્રાક્ટરની પત્નીએ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
કોન્ટ્રાક્ટરની પત્ની પર 5 વાર દુષ્કર્મ આચર્યું
પોલીસ ફરિયાદ મુજબ, જામનગરમાં PGVCLના અધિકારી હિતેન્દ્રસિંહ દીલિપસિંહ રાણાએ 2021થી 2024 દરમિયાન કોન્ટ્રાક્ટરની પત્ની પર બળજબરીપૂર્વક પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું. હિતેન્દ્રસિંહ રાણા 2021થી 2024 દરમિયાન જામનગર વીજસર્કલ કચેરીમાં ફરજ બજાવતા હતાં. હાલ તે રાજકોટ વીજતંત્રમાં ઈન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
આ પણ વાંચો: 'મોબાઈલની સ્ક્રીન તૂટી...ને થઈ હત્યા', પારડીમાં સગીરની હત્યાનો ઉકેલાયો ભેદ
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
પીડિતાનો પતિ કોન્ટ્રાક્ટર જે તે સમયે જેલમાં ગયો હતો, એ દરમિયાન બાકી નીકળતા નાણા અંગે હિતેન્દ્રસિંહ રાણા અને કોન્ટ્રાક્ટરની પત્ની એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા. ત્યારબાદ 2021થી 2024 દરમિયાન PGVCLના અધિકારી હિતેન્દ્રસિંહ રાણાએ પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.