સુરેન્દ્રનગર જિલ્લામાં સીસીટીવી કેમેરાના ઉલંધ્ધન બદલ છ સામે ફરિયાદ
- સુરેન્દ્રનગર શહેરમાં બે સ્પા સેન્ટરના સંચાલકના સામે ગુનો
- ચોટીલાના મઘરીખડા, ચુડાના નવી મોરવાડ, થાન શહેર સહિત ૪ હોટલેમાં પણ જાહેરનામાનું ઉલંધ્ધન
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં સીસીટીવી કેમેરા લગવવાના જાહેરાનામાનું ઉલ્લંઘન બદલ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્પા સંચાલક અને ચોટીલા, ચુડા અને થાન પંથકના ચાર હોટલ સંચાલક સહિત છ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહિતના જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાંય જાહેરનામાનું ઉલંધ્ધન થતા પોલીસે અલગ-અલગ તાલુકાઓમાં અને શહેરી વિસ્તાર સહિત ૦૫થી વધુ વ્યક્તિઓ સામે સીસીટીવીના જાહેરનામાના ઉલંધ્ધન બદલ ગુુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં એ-ડિવીઝન પોલીસે બહુચર હોટલ પાસે સ્પાની દુકાનમાં સીસીટીવી કેમેરા નહીંં લગાવતા વિજયભાઈ શામજીભાઈ શેખ (રહે.ફિરદોષ સોસાયટી) સામે ગુનો નોંધ્યો હતો. બી-ડિવીઝન પોલીસે આર્ટસ કોલેજ પાસે સ્પાની દુકાનમાં સીસીટીવી કેમેરા નહીં લગાવતા ગૌતમભાઈ જયેશભાઈ વાઘેલા સામે ગુનો નોંધ્યો છે. ચોટીલા પોલીસે મઘરીખડા ગામ પાસેની 'અમરદીપ હોટલ'માં સીસીટીવી કેમેરા નહીં લગાવતા હોટલ સંચાલક આશીફભાઈ અમનભાઈ સીડા (રહે.ચોટીલા) સામે ગુનો નોંધ્યો હતો. ચુડા પોલીસે નવી મોરવાડ ગામ પાસેની 'જય અંબે હોટલ'માં સીસીટીવી નહીં લગાવતા સંચાલક બાબુુભાઈ ગાંડાભાઈ નાયક (રહે.અમદાવાદ) ગુનો નોંધ્યો છે. નવી મોરવાડ ગામના પાસેની 'અંબે હોટલ'માં સીસીટીવી કેમેરા નહીં લગાવતા સંચાલક રાજીવકુમારસીંઘ ચંદ્રોદયસિંહ રાજપુત (રહે.નવી મોરવાડ) સામે ગુનો નોંધ્યો છે. થાન પોલીસે ચામુંડા હોટલમાં સીસીટીવી કેમેરા નહીં લગાતા સંચાલક કલુભાઈ કાળુભાઈ સવરા (રહે.થાન) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.