જામનગર માં રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે નામચીન શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ
જામનગરમાં એક યુવાને આઠ લાખની રકમ વ્યાજે લીધી હતી. જે પેટે 15 લાખ થી વધુ રકમ ચૂકવ્યા છતા વધુ રકમ ની માંગણી કરવા અને છ ચેક પડાવી લેવા અંગે જામનગર ના એક નામચીન શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર ના સેટેલાઈટ પાર્ક શેરી નંબર ૫ માં રહેતા ઘનશ્યામ જમનભાઈ ચોવટીયા એ દોઢેક વર્ષ પહેલા ધર્મેશ રાણપરીયા પાસે થી રૂપિયા આઠ લાખ ની રકમ માસિક 10 ટકા ના વ્યાજ દર થી મેળવી હતી. આ માટે વ્યાજખોરે 6 ચેક પણ મેળવ્યા હતા. અને તેનુ દર મહીને રૂ.80,000 -વ્યાજ ચુકવ્યું હતું. આમ કુલ નવ મહીના નાં મળી 7,20,000 વ્યાજ નાં તથા બીજા મૂળ રકમ મુજબ નાં રૂ. 8,00,000 ચુકવી આપેલ. તેમજ ફરીયાદી ઘનશ્યામભાઈ નુ મયુર ટાઉનશીપમા આવેલ મકાન સાહેદ રમેશભાઇ ગોરસીયા થકી વેચાણ કરેલ હોય મકાન મા રૂ. 23,31,000 બેન્કની લોન હોય જે બાબતે વીવાદ થયો હતો. આમ વ્યાજ અને મુદ્દલ ચૂકવી આપવા છતાં વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતા અને ધમકી આપવામાં આવતા આખરે ઘનશ્યામભાઈ ચોવટીયા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ધાક ધમકી આપી અને ગેરકાયદે નાણા ધિરધાર કરવા અંગે આરોપી ધર્મેશ રાણપરીયા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
માહિતી મુજબ ફરિયાદી ઘનશ્યામભાઈ સામે આરોપી દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે.