Get The App

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરૂદ્ધ પૂર્વ મંગેતરે કરી દુષ્કર્મની ફરિયાદ, જાણો મામલો

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરૂદ્ધ પૂર્વ મંગેતરે કરી દુષ્કર્મની ફરિયાદ, જાણો મામલો 1 - image


Rajkot News : ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ તેની પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. યુવતી સાથે સગાઈ કર્યા બાદ અન્ય યુવતી સાથે લગ્ન કર્યાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે. ફરિયાદમાં લગ્નની લાલચ આપી જીત પાબારીએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યાનો ઉલ્લેખ કરાયો છે. જણાવી દઈએ કે, અગાઉ પોલીસે ફરિયાદ ના નોંધતા પીડિતા મીડિયા સમક્ષ આવી હતી. મીડિયામાં નિવેદન આપ્યાના 24 કલાકમાં જ ફરિયાદ નોંધાઈ છે. હજુ સુધી આરોપી જીતની ધરપકડ થઈ નથી. મળતી માહિતી અનુસાર, હાલ પોલીસે જીતને પકડવા માટે પોલીસે ટીમ રવાના કરી દીધી છે.

DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ ફરિયાદ અને તપાસ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'ગઈકાલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ બે વર્ષ અગાઉ લગ્નની લાલચ આપીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને સગાઈ પણ કરી હતી. જો કે આરોપીએ અમૂક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધા. આ મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ થઈ નથી. પૂરાવા મેળવવાની તપાસ ચાલી રહી છે. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરાશે.'

આ પણ વાંચો : ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરુદ્ધ દુષ્કર્મનો આક્ષેપ: યુવતીએ કહ્યું- મારી સાથે સગાઈ કરી, બીજી યુવતી સાથે લગ્ન કર્યા

વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ફરિયાદમાં ચેતેશ્વર પુજારા વિરૂદ્ધ કોઈ આરોપ નથી. જીત પાબારી સામે ફરિયાદ છે, જેઓ ચેતેશ્વરના સાળા થાય છે.' પોલીસે તાત્કાલિક ફરિયાદ ન લેવા મામલે પોલીસ અધિકારીએ કહ્યું કે, 'પોલીસ પર કોઈ પ્રેશર નથી. પીડિતાને મેડિકલ માટે મોકલાયા છે. જગ્યાના પંચનામા અને લીગલ પ્રેસેસ શરૂ કરી દેવાઈ છે. યોગ્ય પૂરાવા હેઠળ ધરપકડ કરવામાં આવશે.'

rajkot

Google NewsGoogle News