પાટડીના ખારાઘોડામાં મારામારીના બનાવમાં પાંચ સામે ફરિયાદ
- મારામારીનો વીડિયો વાયરલ થયા હતા
- આઠ વર્ષ જુના ઝઘડામાં એક જ જ્ઞાતિના બે જુથ વચ્ચે ફરી મારામારી થઇ હતી
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ જ્ઞાાતિના બે જુથ વચ્ચે અગાઉના થયેલા ઝઘડા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવનો વીડિયો વાયરલ થયા હતા. આ મામલે ખારાઘોડા ગામ ખાતે રહેતી મહિલાએ પાટડી પોલીસ મથકે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાટડીના ખારાઘોડા ગામે રહેતા મુમતાઝબેન જીલાનીભાઈ સૈયદના ભાઈ ઈમરાનભાઈને ખારાઘોડા ગામે રહેતા બે શખ્સો ગાળો બોલી ધમકી આપી જતા રહ્યાં હતા અને ત્યારબાદ એક મહિલા સહિત પાંચ શખ્સોએ આવી એકસંપ થઈ લાકડી, પાઈપ તેમજ ધોકા વડે ફરિયાદીને પગમાં તેમજ તેમના બહેન સુલતાનાબેનને માથામાં અને ફરિયાદીના ભાભી યાસ્મીનાબેનને મારમારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે મુમતાઝબેને પાટડી પોલીસ મથકે જુબેરભાઈ બાબુખાન, અલ્તાફભાઈ બાબુુખાન, સમીરખાન તહેરૂમખાન, રૂકસાનાબેન બાબુખાન (તમામ રહે.ખારાઘોડા તા.પાટડી) અને જુબેરના બનેવી આમીરખાન ઉર્ફે ટીપુ પઠાણ (રહે.અમદાવાદ ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ફરિયાદીના ભાઈને ૮ વર્ષ પહેલા ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખી જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.