Get The App

સુરેન્દ્રનગરમાં વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ 1 - image


- 70 હજારની સામે 1.60 લાખની માંગણી કરી

- વેપારીને દુકાનમાંથી બહાર કાઢી મારી નાંખવાની ધમકી આપતા વ્યાજખોર સામે ગુનો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં દરજી કામ કરતા આધેડે વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજ અને મુદ્દલ રકમની ઉઘરાણી મામલે વ્યાજે રૂપિયા આપનાર શખ્સ દ્વારા વેપારીને ગાળો આપી દુકાનમાંથી બહાર કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે વેપારીએ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં રહેતા અને દરજીકામ કરતા ચંદ્રકાન્તભાઇ ભોગીલાલભાઇ રાઠોડે લક્કીરાજસિંહ સજુભા રાણા પાસેથી રૂ.૭૦ હજાર જેટલી રકમ ઉંચા વ્યાજે લીધી હતી. આ રકમની ઉઘરાણી મામલે લક્કીરાજસિંહ દ્વારા ચંદ્રકાન્તભાઇની દુકાને ધસી જઇ ગાળો આપી હતી અને રૂા.૭૦ હજાર સામે રૂા.૧,૬૦,૦૦૦ની માંગણી કરી હતી અને જો રૂપિયા ન આપે તો ચંદ્રકાન્તભાઇને દુકાનમાં ધંધો ન કરવા દઇ બહાર કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર ચંદ્રકાન્તભાઇએ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે લક્કીરાજસિંહ સજુભા ઝાલા વિરૂધ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News