Get The App

ટ્રાફિક PSI નો કોલર અને ફેટ પકડી ઝપાઝપી કરનાર બાઈક સવાર સામે ફરિયાદ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
ટ્રાફિક PSI નો કોલર અને ફેટ પકડી ઝપાઝપી કરનાર બાઈક સવાર  સામે ફરિયાદ 1 - image


Vadodara Clash with Traffic Police : વડોદરામાં ટ્રાફિક શાખાના પીએસઆઇ કે.એમ.માલીવાડ તથા સ્ટાફ ગઈકાલે માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે જાહેર રોડ પર ફરજ બજાવતા હતા. ગઈકાલે પોણા બાર વાગે એક યુવક કાળા કલરના બાઈક પર સુસેન સર્કલથી વડસર બ્રિજ તરફ જતો હતો. તે સમયે જ્યુપિટર ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં સિગ્નલનો ભંગ કરીને આવતો હોય તેને ઉભો રાખવામાં આવ્યો હતો. યુવકને નામ પુછતા તેણે પોતાનું નામ જૈનન જશવંતભાઈ રાણા રહેવાસી આશિષ સોસાયટી હરની વારસા રીંગરોડ હોવાનું જણાવ્યું હતું.

તેની પાસે બાઈકના રજીસ્ટ્રેશન કાગળો તથા ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા તેણે આપવાની ના પાડી હતી અને એકદમ ગાળો બોલી પીએસઆઇ સાથે ઝપાઝપી કરી યુનિફોર્મનો કોલર તેમજ ફેટ પકડી મારામારી કરી હતી. જે અંગે પીએસઆઇએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News