Get The App

મહેસાણામાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે મોટી કાર્યવાહી, 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
મહેસાણામાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે મોટી કાર્યવાહી, 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ 1 - image


Basana Merchant College : મહેસાણાની બાસણા મર્ચન્ટ કોલેજમાં બી.એચ.એમ.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ બુધવારે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. કોલેજના પ્રોફેસર દ્વારા શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણીએ જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ જવાબદાર પ્રોફેસરોને બરતરફ કરાયા હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા વિદ્યાર્થીનીના આપઘાતના મામલે 4 પ્રોસેસફર અને પ્રિન્સિપાલ સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

શું છે સમગ્ર મામલો?

મહેસાણાની બાસણા મર્ચન્ટ કોલેજમાં બી.એચ.એમ.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળીએ (19 વર્ષ રહે,નગવાડા, સુરેન્દ્રનગર ) કોલેજની હોસ્ટેલના રૂમ નંબર બી-212માં બુધવારે બપોરે અગમ્ય કારણોસર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનિય છે કે, રૂમમાં  વિદ્યાર્થીનીને ફાંસો ખાધેલી હાલતમાં અન્ય છાત્રાઓ જોઈ જતાં બુમાબુમ કરી મુકવા છતાં કોઈ વ્હારે નહીં આવતાં તેમણે જ યુવતીને બચાવવાના પ્રયાસો કરી હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. પરંતુ કમનસીબે તેણીનું મોત નીપજ્યું હતું. 

કોલેજના પ્રોફેસર દ્વારા તેને શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણીએ જીવન ટુંકાવ્યું હોવાનો ઉર્વશીના પિતાએ ગંભીર આક્ષેપ કર્યો હતો. પ્રોફેસરો દ્વારા ધમકાવવામાં આવતી હતી નાપાસ કરવાની ધમકી આપવામાં આવતી હતી. એક જ વસ્તુ ત્રણ-ત્રણ વાર લખવાની ફરજ પાડવામાં આવતી હતી અને જાહેરમાં અપમાનિત કરવામાં આવતી હતી. આ ઉપરાંત અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હતો .આ મામલે પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવતાં તે પ્રોફેસરોનો પક્ષ લેતાં હતા. 

સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાનાર છાત્રાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોલેજના પ્રિન્સીપાલ કે પ્રોફેસર દ્વારા કોઇ પ્રયાસ કરવામાં ન આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. પ્રોફેસર દ્વારા જનરલ લખવા સહિતના મુદ્દે માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો બળાપો કાઢ્યો હતો. 

ઘટનાને પગલે બુધવારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. કેમ્પસમાં હાજર 500થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને ભારે સુત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મુક્યું હતું.  આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આક્રોશિત વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં તોડફોડ મચાવી જ્યાં સુધી જવાબદારો સામે પગલાં નહીં ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્યથી દૂર રહી હડતાલ શરૂ કરતાં દોડધામ મચી જવા પામી છે. 



Google NewsGoogle News