Get The App

વિદેશમાં રહેતી પુત્રવધુના બિભત્સ ફોટા મોકલી ધમકી અપાતા ફરિયાદ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
વિદેશમાં રહેતી પુત્રવધુના બિભત્સ ફોટા મોકલી ધમકી અપાતા ફરિયાદ 1 - image


ગાંધીનગર શહેર નજીક કુડાસણમાં રહેતા વૃદ્ધને

વિઝાનું અપાયેલું કામ નહીં થતા યુવાને ધમકી આપ્યાનું ખુલ્યું ઃ ઇન્ફોસિટી પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક કુડાસણમાં રહેતા વૃદ્ધની વિદેશમાં રહેતી પુત્રવધુના ફોટા વાયરલ કરીને યુવાન દ્વારા વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી. જે મામલે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા યુવાન સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં રહેતા વૃદ્ધનો પુત્ર છેલ્લા પાંચ વર્ષથી તેની પત્ની સાથે લંડનમાં રહે છે અને ત્યાં પીઝા ડીલેવરીની સાથે ભારતમાં વિઝાનું કામ કરતી કન્સલ્ટન્ટ વતી કામ પણ કરે છે. દરમિયાનમાં ગત ૫ નવેમ્બરના રોજ વૃદ્ધના વોટ્સએપ ઉપર રાહુલ પટેલ નામની વ્યક્તિનો મેસેજ આવ્યો હતો અને પુત્રવધુના ચારિત્ર વિશે અભદ્ર લખાણ લખવામાં આવ્યું હતું. જેના પગલે વૃદ્ધે આ પ્રકારના મેસેજ નહીં કરવા માટે રોક્યો હતો. એટલું જ નહીં આ યુવાન દ્વારા વારંવાર મેસેજ કરીને તારા દીકરાને બચાવી શકતો હોય તો બચાવી લે, તારી પુત્રવધુના ઓપન ફોટા પડયા છે તે પણ મોકલીશ તેમ કહ્યું હતું ત્યારબાદ વોટ્સએપ કોલ કરીને વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી. ગત ૧૩ નવેમ્બરના રોજ રાત્રિના સમયે યસ દેસાઈ નામનો વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઘરે આવ્યો હતો અને તારા દીકરા પાસેથી પૈસા લેવાના છે. જે આપતો નહિ હોવાથી તમે પૈસા આપો તેમ કહીને નીકળી ગયો હતો. જે સંદર્ભે પુત્રને પૂછતા તેણે યશ દેસાઈનું લંડનના વિઝાનું કામ રોકાઈ ગયું હતું અને તેણે આપેલા પૈસા રાય ઈમિગ્રેશનને પરત આપી દીધા હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ વૃદ્ધને જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટા આઈડી પરથી તેમના પુત્રવધુ વિરુદ્ધ પોસ્ટ કરવામાં આવી હતી અને અભદ્ર મેસેજ પણ લખવામાં આવ્યા હતા અને એડિટ કરેલી તસવીરો મૂકવામાં આવી હતી. જેને લઇને હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News