મેટોડામાં વ્યાજખોરી અંગે બે સગા ભાઇઓ વિરૃધ્ધ ફરિયાદ
સલૂન ધરાવતો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો
બંને આરોપીઓ દુકાન બંધ કરાવી દેવાની અને સામાન ભરી જવાની ધમકી આપતા હતા
ફરિયાદમાં મેહુલે જણાવ્યું છે કે ત્રણેક માસ પહેલા તેના
પિતા બિમાર પડતાં તેના સલૂનની બાજુમાં ચાનો ધંધો કરતાં રાહુલ પાસેથી રૃા. ૨૫ હજાર
રોજના રૃા. ૪૦૦ વ્યાજ લેખે લીધા હતાં. એક મહિના સુધી રૃા. ૧૨ હજાર વ્યાજ ચૂકવ્યું
હતું. ત્યાર પછી વ્યાજ ચૂકવી નહીં શકતા રાહુલ તેની દુકાને આવી પૈસા નહીં આપે તો
તારી દુકાન બંધ કરાવી દઇશ,
તારી ખુરશીઓ ભરી જઇશ તેવી ધમકીઓ આપતો હતો.
જેથી કંટાળીને ગાંધીધામ રહેતા ઓળખીતાની પાનની દુકાને નોકરીએ
લાગી ગયો હતો. પરંતુ તેના પિતાની તબિયત
સારી રહેતી ન હોવાથી દસેક દિવસમાં મેટોડા પરત ફર્યો હતો. તે વખતે રાહુલ સાથે
સમાધાન થયું હતું. જે મુજબ તેને રૃા. ૪૦ હજાર આપવાના હતા. આ માટે રૃા. ૫ હજારનો
હપ્તો નક્કી કર્યો હતો. તેણે બે હપ્તા પેટે રૃા. ૧૦ હજાર આપ્યા હતા. હજુ તેની પાસે
રૃા. ૩૦ હજાર માંગતો હતો.
એકાદ મહિના પહેલા ફરીથી પૈસાની જરૃરિયાત પડતાં રાહુલના નાના
ભાઇ મનીયા પાસેથી પણ રૃા. ૨૫ હજાર વ્યાજે લીધા હતા. જેમાં પણ રોજનો રૃા. ૪૦૦નું
વ્યાજ નક્કી થયું હતું. તેણે એક મહિનામાં રૃા. ૧૨ હજાર ચૂકવ્યા હતાં. જો ક્યારેક
વ્યાજ ન ચૂકવાય તો બીજા દિવસે રૃા. ૪૦૦ પેનલ્ટી તરીકે વસૂલ થતા હતા. ત્રણ મહિનાના
ગાળામાં તેણે રાહુલને રૃા. ૨૨ હજાર અને તેના નાનાભાઈ મનીયાને રૃા. ૧૨ હજાર વ્યાજ
ચૂકવ્યુ ંહતું.
તેણે બાકીનું વ્યાજ માફ કરી મૂળ રકમ લઇ લેવાનું કહેતા
આરોપીઓએ તેને ધમકી આપી હતી કે રૃપિયા તો તારે વ્યાજ સાથે પૂરા આપવા પડશે, નહીંતર તારી
દુકાન બંધ કરાવી દઇશ, દુકાનનો
સામાન ભરી જઇશ. જેથી બંને આરોપીઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.