Get The App

ધ્રોલ પીજીવીસીએલ કચેરીના તત્કાલીન આસિ. સેક્રેટરી સામે દુષ્કર્મની ફરિયાદ

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
ધ્રોલ પીજીવીસીએલ કચેરીના તત્કાલીન આસિ. સેક્રેટરી સામે દુષ્કર્મની ફરિયાદ 1 - image


ધ્રોલ પોલીસ દ્વારા ગુનો નોંધી હાથ ધરાઇ તપાસ

પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનાં કામના બાકી રોકાતા બિલના પૈસા મંજૂર કરાવવા માટે તેની પત્નીને હોટલમાં બોલાવી વારંવાર દુષ્કર્મ

જામનગર :  ધ્રોલ પીજીવીસીએલની કચેરીના તત્કાલીન આસી. સેક્રેટરી સામે જામનગરની એક મહિલાએ પોતાના કોન્ટ્રાક્ટર પતિના બિલના બાકી રોકાતા નાણા મંજૂર કરાવવા બાબતે પોતાનો દૂરઉપયોગ કરીને  હોટલમાં બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. આરોપી વીજ અધિકારી હાલ રાજકોટ ફરજ બજાવે છે.

આ ચકચારજનક ફરિયાદ અંગેના બનાવી વિગત એવી છે કે જામનગરની એક પરણીત મહિલાએ આજે સવારે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું, કે ગત જુલાઈ ૨૦૨૧થી હાલ દિવાળી ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન પોતાની સાથે બળજબરીપૂર્વક પાંચથી છ વખત દુષ્કર્મ ગુજારવા અંગે ધ્રોલ પીજીવીસીએલની કચેરીના તત્કાલીન આસી. સેક્રેટરી હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર લાગી છે.

જે ફરિયાદ ના અનુસંધાને ધ્રોલ ના  પી.આઈ. એચ.વી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસ નો દોર સંભાળ્યો છે. જે ફરિયાદના બનાવને લઈને જામનગર જિલ્લાના પીજીવીસીએલ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે.

ફરીયાદી મહિલા, કે જેના પતિ પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, અને ધ્રોલમાં તેના દ્વારા ૨૦૨૧ પહેલાંના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કામના બિલના નાણા બાકી રોકાતા હતા, જે બિલ મંજુર કરાવવા બાબતે પી.જી.વી.સી.એલ. ધ્રોળ ની કચેરી ના આસી. સેક્રેટરી હીતેન્દ્રસિંહ રાણાએ સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક કેસ સંદર્ભે કોન્ટ્રાક્ટર ને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો, જે સમયગાળા દરમિયાન આસી. સેક્રેટરી હીતેન્દ્રસિંહ રાણા ફરિયાદી મહિલાના સંપર્કમાં આવ્યા હતા, અને પોતાના પતિના બાકી રોકાતા બિલ ના નાણાં મંજૂર કરાવવા માટે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, અને જામનગર થી ધ્રોલ વાહનમાં અપડાઉન કરતી વખતે જે તે વખતે તેની સાથે સૌ પ્રથમ શારીરિક અડપલા કર્યા હતા, ત્યારબાદ ધ્રોલના એક ગેસ્ટ હાઉસમાં ગત જુલાઈ ૨૦૨૧ માં બોલાવ્યા પછી તેણીની સાથે દુસકર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ બિલ ના નાણાં મંજૂર કરાવવા માટે એકથી વધુ વખત જુદા જુદા સમયે ગેસ્ટ હાઉસમાં બોલાવી છેલ્લા દિવાળી ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન ૫ થી ૬ વખત દુષ્કર્મ આચર્યું હતું.

 ત્યારબાદ હીતેન્દ્રસિંહ રાણા ને પ્રમોશન મળી જતાં તેની રાજકોટ બદલી થઈ છે, અને હાલ રાજકોટમાં કોર્પોરેટ ઓફિસમાં આઇઆરઆ તરીકે ફરજ બજાવે છે. જેની સામે આજે ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ધ્રોળ પોલીસની ટીમે તપાસ નો દોર હાથમાં લીધો છે, અને ભોગ બનનાર મહિલાની તબીબી ચકાસણી કરાવ્યા બાદ ફરિયાદ મુજબના પુરાવાઓ એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તપાસનો દોર રાજકોટ તરફ લંબાવ્યો છે. ઉપરાંત ધ્રોલની પીજીવીસીએલ ની કચેરીમાં કોન્ટ્રાક્ટરના બાકી રોકાતા બિલના નાણા સંદર્ભે પણ પેપર્સ મંગાવી તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News