સેન્ટ્રલ પોલીસનું સ્ટીકર લગાવી બિન્દાસ્ત કાર દોડાવતા માલિક અને ડ્રાઇવર સામે ફરિયાદ
Vadodara : ગેલ કંપનીમાં સીઆઇએસએફ અધિકારીને લેવા મુકવા માટે એક પ્રાઇવેટ કારનો કોન્ટ્રાક્ટ હતો. પરંતુ આ કારના માલિકે કારના કાચ પર સેન્ટ્રલ પોલીસનું સ્ટીકર ચોટાડી કાર ફેરવતો હતો. પરંતુ અધિકારી કારમાં ન હોય તેમ છતાં સેન્ટ્રલ પોલીસનું સ્ટીકર લગાવનાર કાર માલિક અને ડ્રાઇવર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી ન્યુ નારાયણ નગર સોસાયટીમાં રહેતા ચેતન પ્રકાશ નાવાણીનો કારમાં ગેલ કંપનીમાં CISF અધિકારીને લેવા મુકવા માટે જવા માટેનો કોન્ટ્રાક્ટ હતો. જેથી તેઓએ તેમની ફોર વ્હીલ કારની આગળ અને પાછળના ભાગે સેન્ટ્રલ પોલીસનું સ્ટીકર લગાવવા માટે ડ્રાઇવરને કહ્યું હતું. ગાડીના ડ્રાઇવર અમિત રમણીકલાલ દવે (રહે-અમૃત એવન્યુ, વાસણા રોડ, વડોદરા શહેર)એ 10 ઓક્ટોબર ના રોજ અમૃત એવન્યુ વાસણા રોડ અમૃત એવન્યુના પાર્કીંગમાં CISF અધિકારીની હાજરી ના હોય તેમ છતાં નિયમ વિરુધ્ધ બોલેરોની આગળ પાછળના ભાગે કાચ ઉપર સેન્ટ્રલ પોલીસનું સ્ટીકર લગાવી રાખ્યું હતું. જેથી જે.પી.રોડ પોલીસે કાર માલિક ચેતન નાવાણી અને ડ્રાઇવર અમિત દવે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.