Get The App

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાલ પોલીસે ફરિયાદ દાખલ કરી: પાલની જમીન હડપ કરવા બદલ ઉદ્યોગપતિ ગજેરાબંધુ સહિત પાંચ વિરૂધ્ધ ફરિયાદ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાલ પોલીસે ફરિયાદ દાખલ કરી: પાલની જમીન હડપ કરવા બદલ ઉદ્યોગપતિ ગજેરાબંધુ સહિત પાંચ વિરૂધ્ધ ફરિયાદ 1 - image




- મહેસાણાના મઢી ગામમાં રહેતી વૃધ્ધ વિધવાની વડીલોપાર્જીત જમીન પચાવવા પાર્લેપોઇન્ડના હડકીયા પિતા-પુત્રએ બાનાખત-સાટાખતના પેજ બદલ્યા
- રોકડ વ્યવહાર કર્યા વગર તેનો ઉલ્લેખ કર્યો, ચેક આપ્યો પરંતુ યેનકેન પ્રકારે પરત લઇ લીધો



સુરત
મહેસાણાના વિજાપુર તાલુકામાં રહેતી વૃધ્ધ વિધવાની પાલ ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન બોગસ પાવરના આધારે વેચાણ કરી દઇ છેતરપિંડી કરનાર અઠવાલાઇન્સના હડકીયા પિતા-પુત્ર ઉપરાંત શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુ સહિત પાંચ વિરૂધ્ધ પાલ પોલીસ સ્ટેશનમાં સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ફરિયાદ નોંધાય છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાલ પોલીસે ફરિયાદ દાખલ કરી: પાલની જમીન હડપ કરવા બદલ ઉદ્યોગપતિ ગજેરાબંધુ સહિત પાંચ વિરૂધ્ધ ફરિયાદ 2 - image
મહેસાણાના વિજાપુર તાલુકાના મઢી ગામમાં રહેતી વિધવા લક્ષ્મીબેન જગજીવન સુરતી (ઉ.વ. 82) ની વડીલોપાર્જીત કોરોડ રૂપિયાની જમીન સુરતના પાલ ગામના સર્વે નં. 164 ના બ્લોક નં. 158 માં આવેલી છે. જેમાં લક્ષ્મીબેન સહિત તેમના પરિવારના પાર્વતીબેન જગજીવનદાસ, અશોક જગજીવનદાસ, વીણા જગજીવનદાસ, સતીષ જગજીવનદાસ, ગિરીશ જગજીવનદાસ, દક્ષા અરવિંદ સુરતી, સવિતા પ્રવિણ સુરતી સહિત આઠ હિસ્સેદાર છે. આ તમામ હિસ્સેદારને હીરાલાલ નરસિંહ હડકીયા અને તેના પુત્ર આદિત્ય હીરાલાલ હડકીયાએ રૂ. 11-11 હજાર રોકડા આપી બાકીની રકમ બે તબક્કામાં જમીન બિન ખેતી થયા બાદ વેચાણ દસ્તાવેજ વખતે ચુકવવાનું કંહી બાનાખત અને સાટાખત કરાવ્યો હતો. પરંતુ હડકીયા પિતા-પુત્રએ બાનાખત અને સાટાખત કરારના પેજ બદલી બોગસ સહી કરી બોગસ બાનાખત કરાર તૈયાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હડકીયા પિતા-પુત્રએ જે જુલાઇ 2012 માં ખરીદેલા સ્ટેમ્પ ઉપર બોગસ બાનાખત તૈયાર કર્યો હતો જેમાં રૂ. 10 લાખ કોને આપ્યા તેનો ઉલ્લેખ કે બાનાખત કરાવનારની સહી સુધ્ધા નથી. ઉપરાંત ડિસેમ્બર 2012 માં ખરીદેલા સ્ટેમ્પ પેપર ઉપર આદિત્યા હડકીયાને નોટરી કરાવ્યા વગર કુલમુખત્યાર તરીકે નિમણુંક કરી વર્ષ 2010 માં બોગસ દસ્તાવેજ તૈયાર કરી વર્ષ 2010 થી એપ્રિલ 2015 સુધીમાં રોકડા, ચેક અને ડ્રાફટથી રૂ. 14.86 લાખ ચુકવ્યાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આવો કોઇ આર્થિર વ્યવહાર થયો નથી અને ચેકથી જે રૂ. 2.75 લાખ ચુકવ્યા હતા તે ચેક પણ પરત લઇ લીધો હતો. જયારે મહત્વની બાબત એ છે કે આદિત્ય હડકીયાએ બોગસ વહીવટી પાવરના આધારે જુન 2016 માં ઉપરોકત જમીન શહેરના ઉદ્યોગપતિ વસંત હરીભાઇ ગજેરા અને તેના નાના ભાઇ બકુલ હરીભાઇ ગજેરા તથા ધર્મેશ સવજી હાપાણીની સાંઠગાંઠમાં બારોબાર દસ્તાવેજ કરાવી લીધો હતો.

કોના-કોના વિરૂધ્ધ ફરિયાદ નોંધાય


આદિત્ય હીરાલાલ હડકીયા અને તેના પિતા હીરાલાલ નરસિંહ હડકીયા (બંને રહે. સર્જન સોસાયટી, પાર્લેપોઇન્ટ, સુરત), વસંત હરીભાઇ ગજેરા અને તેમના ભાઇ બકુલ હરીભાઇ ગજેરા (બંને રહે. વૃષાલ નગર સોસાયટી, કતારગામ), ધર્મેશ સવજી હાપાણી (રહે. સી.એમ પાર્ક સોસાયટી, કતારગામ)

વાંધા અરજીને નજર અંદાજ કરી સબ રજીસ્ટ્રારમાં દસ્તાવેજની નોંધણી થઇ ગઇ


આદિત્યા હડકીયાએ બોગસ પાવરના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી સુરત-8 રાંદેર ખાતે 19 જુન 2016 માં વસંત ગજેરા, બકુલ ગજેરા અને ધર્મેશ હાપાણીની સાંઠગાંઠમાં દસ્તાવેજ કરાવ્યો હતો. દસ્તાવેજ વખતે વેચનાર એટલે કે લક્ષ્મીબેન અને તેમના હિસ્સેદારની હાજરી જરૂરી હોય છે પરંતુ તેમની ગેરહાજરી હતી. ઉપરાંત સબ રજીસ્ટ્રર કચેરી સુરત-8 રાંદેર તરફથી નોટીસ મળતા લક્ષ્મીબેન અને તેમના હિસ્સેદારોએ વાંધા અરજી કરી હતી. તેમ છતા દસ્તાવેજની નોંધણી કરવામાં આવતા સરકારી અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાની આશંકા છે.


Google NewsGoogle News