Get The App

મોટી કાર્યવાહી: કચ્છમાં 6 સિનિયર પોલીસ અધિકારી સહિત ઈલેક્ટ્રોથર્મના માલિક સામે ફરિયાદ

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
મોટી કાર્યવાહી: કચ્છમાં 6 સિનિયર પોલીસ અધિકારી સહિત ઈલેક્ટ્રોથર્મના માલિક સામે ફરિયાદ 1 - image

Complaints Against Police Officers in Kutch: કચ્છની ઈલેક્ટ્રોથર્મ કંપનીના એક કર્મચારીનું અપહરણ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી અને ઈલેક્ટ્રોથર્મના માલિક સહિત 19 લોકો સામે નોંધાઈ ફરિયાદ છે. વર્ષ 2015ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ CIDએ નોંધી છે.

આ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ

કોર્ટના આદેશ બાદ તત્કાલીન PSI એન. કે. ચૌહાણ, તત્કાલીન Dysp વી જે ગઢવી, તત્કાલીન Dysp ડી. એસ. વાઘેલા , તત્કાલીન Dysp આર. ડી. દેસાઈ , તત્કાલીની એસપી જી. વી બારોટ, તાત્કાલીક એસપી ભાવના પટેલ અને ઈલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે ફરિયાદ નોંધાઈ છે. 


Google NewsGoogle News