જામનગરના યુવાનને પાંચ લાખ રૂપિયા આપી દસ લાખ વ્યાજ માંગી મારકૂટ કરવા અંગે ચાર સામે ફરિયાદ
Jamnagar Vyajkhor Crime : જામનગરમાં ગ્રીન વિલા સોસાયટીમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં કામ કરતા કિશન દેવજીભાઈ રાઠોડ નામના 27 વર્ષના યુવાન પાસેથી રૂપિયા દસ લાખ વ્યાજ સહિત કઢાવવા અંગે સુભાષ જગાભાઈ કંડોરીયા, અને જગાભાઈ કંડોરીયા, તેમજ આશિષ કંડોરીયા અને આલાભાઇ કંડોરીયા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીએ આરોપી પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા, જેનું દસ લાખ રૂપિયા વ્યાજ સહિતની માંગણી કરાઈ હતી, અને તે અંગેનું લખાણ કરી આપવા માટે ધાક ધમકી આપીને મારકૂટ કરાઈ હતી. જેથી આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતાં સિટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.