વડોદરા કોર્પોરેશનમાં આ પોસ્ટ માટે ખાલી પડી જગ્યા, 5-6 ઓક્ટોબરે યોજાશે સ્પર્ધાત્મક પરીક્ષા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં આ પોસ્ટ માટે ખાલી પડી જગ્યા, 5-6 ઓક્ટોબરે યોજાશે સ્પર્ધાત્મક પરીક્ષા 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એન્જિનિયરોની ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે તારીખ 5 અને 6 ઓક્ટોબરના રોજ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા (મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ) કાર્યપાલક એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ( સિવિલ)ના નાયબ કાર્યપાલક એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને (સિવિલ)ના કાર્યપાલક એન્જિનિયરની જગ્યા ભરવા ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવેલા હતા.

પરીક્ષાનો જે કાર્યક્રમ નક્કી થયો છે, તેમાં અનિવાર્ય કારણોસર વડોદરા કોર્પોરેશન ફેરફાર કરી શકશે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકવામાં આવશે.

(સિવિલ) નાયબ કાર્યપાલક એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની જે જગ્યાઓ ભરવાની છે, તેમાંથી કુલ જગ્યાની 50% જગ્યા હાલ કોર્પોરેશનમાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા એન્જિનિયરોમાંથી ભરવામાં આવનાર છે. કરાર આધારિત ફરજ બજાવતા એન્જિનિયરો માટેની અનામત જગ્યા માટે જે તે કેટેગરીમાં ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો જગ્યા સીધી ભરતી છે જે તે કેટેગરીમાં ભરવામાં આવશે.

આ દરમિયાન કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં ફાયરમેનની સંભવિત ખાલી પડનાર 51 જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. આ અરજીઓ તારીખ 12 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી કરવાની રહેશે. જે સિલેક્ટ થશે તેને ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયસી ધોરણે નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક જણાશે તો નિયત પગાર ધોરણથી સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.


Google NewsGoogle News