સયાજી હોસ્પિટલની મુલાકાતે કોમન રિવ્યુ મિશનની ટીમ આવી : રૂકમણી પ્રસૂતિગૃહ અને બાળ વિભાગની તપાસ કરી
Vadodara Sayaji Hospital : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે માતૃ અને બાળકોની સંભાળની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કોમન રિવ્યુ મિશનની ટીમ તપાસ માટે આવી હતી જેમાં તેઓએ કેટલાક સૂચનો પણ કર્યા હતા.
વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રૂકમણી ચૈનાની પ્રસૂતિગૃહ અને બાળ વિભાગની તપાસ માટે કેન્દ્ર સરકારની ત્રણ અને રાજ્ય સરકારની બે ટીમ મળી કોમન રીવ્યુ મિશનની ટીમે મુલાકાત લીધી હતી.
સયાજી હોસ્પિટલમાં માતૃ અને બાળ કલ્યાણ અંગે રૂકમણી ચૈનાની પ્રસૂતિગૃહ અને બાળ વિભાગમાં મુલાકાત દરમિયાન સ્વચ્છતા તેમજ બાળકો અને મહિલાઓ માટે રાખવામાં આવેલી સુવિધાની તપાસ કરી હતી સાથે સાથે બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહાર અંગે પણ જાણકારી મેળવી હતી. દિલ્હી અને ગાંધીનગરથી આવેલી આ ટીમે કેટલાક સૂચનો પણ કર્યા હતા જેનો અમલ કરવા જણાવ્યું હતું.