કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નો પ્રશ્ન હજી પણ વિવાદમાં: 500 સીટો ઉપર સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવા માંગ
સ .યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં હજી પણ 500 જેટલી બાકી ખાલી સીટો પર વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશની માંગ સાથે પ્રવેશથી વંચિત અનેક વિદ્યાર્થીઓ યુનિ ઓફિસે ઉમટ્યા હતા. એજીએસયુ દ્વારા પ્રવેશ આપવા પૂર્વ એફઆર વિદ્યાર્થી નેતાએ યુનિવર્સિટી ઓફિસે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોમર્સમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતા અગાઉ જ પ્રવેશ ઇચ્છુક તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ બાદ બહારના વિદ્યાર્થીઓને અત્યાર સુધી પ્રવેશ અપાતો હતો પરંતુ નવા યુનિવર્સિટી એક્ટ મુજબ સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા. કોમર્સ ફેકલ્ટીમાં હજી પણ 500 જેટલી બેઠકો ખાલી હોવાનું એફ આર પંકજ જયસ્વાલે જણાવ્યું છે. આ તમામ બેઠકો પર સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે માંગ કરવા સાથે યુનિવર્સિટી ઓફિસે આજે પ્રવેશ વંચિત અનેક વિદ્યાર્થીઓ સાથે એજીએસયુએ પ્રવેશ મુદ્દે આંદોલનનો પ્રારંભ કરીને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે આવેદન પત્રમાં માંગ કરી હતી કે કોમર્સ ફેકલ્ટીમાં હજી પણ 500 જેટલી બેઠકો ખાલી છે. આ તમામ ખાલી બેઠકો પર વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે પ્રવેશ આપવા માંગ કરી છે.