Get The App

મહર્ષિ દયાનંદના સ્મરણોત્સવનો રાજ્યપાલના હસ્તે દિવ્ય શુભારંભ

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
મહર્ષિ દયાનંદના સ્મરણોત્સવનો રાજ્યપાલના હસ્તે દિવ્ય શુભારંભ 1 - image


ટંકારામાં 200 વર્ષમાં પ્રથમ આવો કાર્યક્રમ, સોમવારે રાષ્ટ્રપતિ આવશે : ભવ્ય શોભાયાત્રા નીકળી, : ટંકારા સ્ટેટ હાઈવેનું મહર્ષિ દયાનંદ સરસ્વતી બ્રીજ નામકરણ કરાયું, સોમવારે 250 કરોડના ખર્ચે જ્ઞાન જ્યોતિ તિર્થનું ખાતમુહુર્ત 

રાજકોટ,ટંકારા : મોરબી રોડ પર રાજકોટથી 43 કિ.મી.ના અંતરે આવેલા મોરબી જિલ્લાના નાનકડા ટંકારા ગામમાં 200 વર્ષમાં પ્રથમવાર સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો. મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મોત્સવ પ્રસંગે તા. 10થી 12 ત્રિદિવસીય  ઉજવણીનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ થયો હતો અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોથી ટંકારા પંથક દયાનંદમય બની ગયો હતો. દેશવિદેશથી હજારો આર્યસમાજીઓ,ઋષિકુમારો, આગેવાનો ટંકારામાં ઉમટી પડયા છે. સોમવારે 

રાજ્યપાલે પ્રાસંગિક ઉદ્જણાવ્યું કે હું આજે જે કંઈ પણ છુ તેમાં આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીના કાર્યનું અને તેમણે ચીંધેલા માર્ગનું મોટુ પ્રદાન છે. આર્યસમાજ અને મહર્ષિના વિચારોએ દેશભક્તિ, નશામુક્તિ, શિક્ષણ સેવાનું મહાન કાર્ય કરીને દેશમાં મોટુ યોગદાન આપ્યું છે, ટંકારામાં જન્મેલા મહર્ષિએ દેશની પ્રગતિમાં અવરોધરૂપ માન્યતાઓનો વિરોધ કરી નારી શિક્ષણને પ્રોત્સાહિત કરવા, સતિપ્રથા જેવા કુરિવાજો દરૂર કરવા દુનિયા સામે લડીને દેશની દિશા અને દશા બદલી હતી જેને આજે વધુ ગતિથી આગળ વધારવાની જરૂર છે. આ પ્રસંગે પદ્મશ્રી ડો.પુનમ સુરીએ જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતી અને ભારતના વેદને મધ્યમાં રાખીને હાલ એક લાખ શિક્ષકો દ્વારા 34 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે. 

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ટંકારા બપોરે  આશરે 12 વાગ્યે આવશે અને તેમના હસ્તે ટંકારામાં રૂ।. 250 કરોડના ખર્ચે 15 એકર વિશાળ જમીનમાં સાકાર થનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન-કવનને આવરી લેતા જ્ઞાાન જ્યોતિ તિર્થનો શીલાન્યાસ થશે અને તેઓ સંબોધન કરશે. દયાનંદજી જ્યાં બાળમણમાં મિત્રો સાથે રમ્યા તે ડેમી નદી ઉપર ચેકડેમ બનાવીને નદીમાં બારે માસ પાણી રહે તેવું આયોજન કરાશે. 

યજ્ઞાજ્યોત અને દયાનંદજીના વિશ્વપ્રસિધ્ધ ગ્રંથ સત્યાર્થ પ્રકાશ સાથે ટંકારામાં કરશનદાસજીના આંગણા સુધી શોભાયાત્રા નીકળી હતી જેનું રાજ્યપાલે સ્વાગત કર્યું હતું. જીવન કવન પરના પ્રદર્શનને રાજ્યપાલ સહિત મુલાકાતીઓએ રસપરૂર્વક નિહાળ્યું હતું. ટંકારા પાસે પસાર થતા સ્ટેટ હાઈવેને સરકારની મંજુરી બાદ મહર્ષિ દયાનંદ સરસ્વતી બ્રીજ નામકરણ કરાયું છે.


Google NewsGoogle News