Get The App

હળવદના ધનાળા નજીક હાસ્ય કલાકારની કારને અકસ્માત નડયો

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
હળવદના ધનાળા નજીક હાસ્ય કલાકારની કારને અકસ્માત નડયો 1 - image


પાણીના ટેન્કર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો : સદ્દનસીબે જાનહાની ટળી

હળવદ: હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને આજે અકસ્માત નડયો હતો. આજે સવારે હકાભા ગઢવી પોતાની કારમાં હળવદથી મોરબી માળિયા તરફ જઈ રહ્યા હતા તે સમયે ધનાળા ગામ પાસે ટેન્કર પાછળ કાર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં હકાભા અને તેમના ડ્રાઇવરને કોઈ પણ ઈજા પહોંચી ન હતી.

મળતી વિગતો અનુસાર હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નડયો છે. હકાભા આજે સવારે ૧૦-૩૦ની આસપાસ પોતાની કારમાં હળવથી મોરબીમાળિયા તરફ જઈ રહ્યા હતા. તે વખતે હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે હાઇવેની વચ્ચે આવેલા ડિવાઈડરમાં રહેલા વૃક્ષોનો ટેન્કર પાણી પીવડાવી રહ્યું હતું. તે વખતે પાછળથી આવતી હકાભા ગઢવીની કાર અચાનક ટેન્કર સાથે ટકરાઈ હતી. જેના કારણે ડ્રાઇવર તરફનો કાચ તૂટી ગયો હતો અને બોનેટમાં નુકસાન થયું હતું. અક્સ્માત સમયે હકાભા ગઢવી કારમાં હાજર હતા પરંતુ કાર ડ્રાઈવર ચલાવતો હતો. જો કે કારમાં બેઠેલા હકાભા ગઢવી કે અન્ય કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હતી.

Tags :