આજવા રોડ એકતા નગરમાં કોમ્બીંગ હાથ ધરાયું
કુલ ૯૦ લોકોની તપાસ કરાઇ : ૩૫ શંકાસ્પદ વાહનો ચેક કરાયા
આજવા રોડ એકતાનગર વિસ્તારમાં ગઇકાલે બાપોદ પોલીસ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બીંગ દરમિયાન ૧૨૪ લોકોની તપાસ કરવામાં આવી હતી.
ડીસીપી પન્ના મોમાયાની આગેવાની હેઠળ ગઇકાલે રાતે આજવા રોડ એકતા નગર વિસ્તારમાં ચાર એ.સી.પી., ઉપરાંત બાપોદ, સિટિ, માંજલપુર, પાણીગેટ તથા કપુરાઇ પોલીસ સ્ટેશનના પી.આઇ. તથા સ્ટાફને સાથે રાખીને હાથ ધરવામાં આવેલા કોમ્બીંગ દરમિયાન હથિયારબંધીનો ભંગ કરનાર એક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છ વાહનો ડિટેન કરાયા છે.આ ઉપરાંત હીસ્ટ્રીશીટર, શકમંદ, માથાભારે, કોમી માનસિકતા ધરાવતા તડીપાર મળી કુલ ૯૦ લોકોની તપાસ કરવામાં આવી હતી. તેમજ ૩૫ શંકાસ્પદ વાહનો ચેક કરાયા હતા.