જામનગરમાં ખંભાળિયા નાકા પાસેથી ટુ વ્હીલરમાં પસાર થઈ રહેલી કોલેજીયન યુવતીને કારની ઠોકરે ઇજા: પોલીસ ફરિયાદ નોંધાવાઈ
Image: Freepik
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી અને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી દિશાબેન હરેશભાઈ વારસાખીયા નામની કોલેજીયન યુવતી પોતાના ટુ વ્હીલર માં બેસીને ખંભાળિયા નાકા પાસેથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન જીજે ૨૦ ડી.જે. ૭૧૧૯ નંબરની કારના ચાલકે ટુ વ્હીલર ને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો, અને કોલેજીયન યૂવતી ના બંને પગમાં ઇજા થઈ છે.
કારચાલક અકસ્માત સર્જીને ભાગી છુટ્યો હોવાથી દિશાબેન વારસાખીયાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસ શોધી રહી છે.