બાકી ભાડાની વસુલાત : સે-૨૧ અને મીના બજારમાં વધુ ત્રણ દુકાનો સીલ
ગાંધીનગર કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા
એક જ દિવસમાં ૧૪.૫૦ લાખ રૃપિયા વસૂલી લેવામાં આવ્યા ઃ આગામી દિવસમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વિવિધ એકમોના બાકી ભાડા મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરના સેક્ટર ૨૧માં લાંબા સમયથી ભાડું નહીં ભરનાર એક અને મીના બજારમાં બે દુકાને મળી કુલ ત્રણને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૧૪.૫૦ લાખ રૃપિયાનું બાકી ભાડું વસૂલ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મહાનગરપાલિકા
હસ્તકની મિલકતોના ભાડુઆતો પાસેથી ભાડુ વસૂલવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે
અંતર્ગત, સેક્ટર-૨૧
ખાતે લાંબા સમયથી ભાડું ન ભરતા મિલકતોના ભાડુઆતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે.મહાનગરપાલિકા દ્વારા આવા ભાડુઆતોને વારંવાર નોટિસ આપવા છતાં પણ ભાડુ
ભરવામાં ન આવતાં કુલ ૨૦ મિલકતો કે જેનું કુલ ભાડું રૃ. ૨૫ લાખ જેટલું બાકી હતું
તેમાંથી પ્રથમ તબક્કે કુલ ૩ મિલકતોને ગત શનિવારના રોજ સીલ કરવામાં આવી હતી. આ
કાર્યવાહીના પરિણામે બાકીના ભાડુઆતો દ્વારા તાત્કાલિક ચેક દ્વારા ભાડાની ભરપાઈ
કરવામાં આવી હતી. એસ્ટેટ શાખા દ્વારા કુલ રૃ. ૨૧ લાખની વસૂલાત કરવામાં આવી હતી.
ત્યારે ગઈકાલે પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી અને ભાડું નહીં ભરનાર સેક્ટર
૨૧માં એક દુકાન તેમજ મીના બજારમાં બે દુકાને સીલ કરવામાં આવી હતી તેમજ ૧૪.૫૦ લાખ
રૃપિયાનું બાકી ભાડું પણ વસૂલ કરી લેવામાં આવ્યું હતું. આ દુકાનદારોને વારંવાર
નોટિસ આપવામાં આવી હતી. તેમની સાથે બેઠક કરીને કડક સૂચના પણ આપવામાં આવી હતી. તેમ
છતા ભાડું ન ચુકવનાર દુકાનો સીલ કરવામાં આવી છે. આગામી ૭ દિવસમાં તમામ બાકીદારોની
દુકાનો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં
આવ્યું હતું.