વડોદરામાં તીવ્ર ઠંડીનું જોર તાપમાન ગગડીને ૧૧.૪ ડિગ્રી
ઉત્તરના ઠંડા પવનોએ શહેરીજનોને ફરી ધુ્રજાવ્યા
વડોદરા, તા.8 વડોદરામાં ઠંડીનું જોર ફરી વધ્યું છે. ગઇકાલે તાપમાનનો પારો અચાનક ગગડીને ૧૧.૪ ડિગ્રી નોંધાવાની સાથે ઠંડા પવનોએ લોકોને ધુ્રજાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી સામાન્ય તાપમાનનો અહેસાસ કરતાં શહેરીજનો છેલ્લા ત્રણ દિવસથી તીવ્ર ઠંડી અનુભવી રહ્યા છે. ન્યૂનત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી સડસડાટ ઘટીને ગઇકાલે ૧૪ ડિગ્રી સુધી પહોંચ્યા બાદ આજે ફરી ૨.૬ ડિગ્રી ઘટયું હતું. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં મહત્તમ તાપમાન ૧.૨ ડિગ્રી વધીને ૨૭ તેમજ ન્યૂનત્તમ તાપમાન ૨.૬ ડિગ્રી ઘટીને ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરના પાંચ કિલોમીટરની ઝડપના પવનોએ વધારે ઠંડીનો અહેસાસ લોકોને કરાવ્યો હતો. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ ૭૬ અને ૨૮ ટકા નોંધાયું હતું.