જામનગર શહેર અને જિલ્લામાં ફરી ઠંડીનો ચમકારો : ઠંડીનો પારો 14.5 ડીગ્રીએ સ્થિર થતાં શિત લહેર
Winter Season Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે શિયાળો જામતો જાય છે, અને ઠંડી નો પારો ફરીથી નીચે ઉતરી જતાં વાતાવરણમાં શીત લહેર પ્રસરી ગઈ છે. આજે સવારે ઠંડીનો પારો 14.5 ડિગ્રીએ સ્થિત થતાં કોલ્ડવેવ છવાયું છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં થોડી રાહત જોવા મળી હતી. અને ઠંડીનો પારો 17.00 ડિગ્રી સુધી પરત ફર્યો હતો, પરંતુ ગઈકાલે રવિવારે રાત્રેથી ઠંડીનું પ્રમાણ ફરીથી વધ્યું છે, અને આજે સવારે ઠંડીનો પારો વધુ ત્રણ ડિગ્રી નીચે ગગડયો છે, જેથી વાતાવરણમાં પુન: ઠંડક પ્રસરી ગઈ છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 14.5 ડીગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 25 થી 30 કિ.મી ની ઝડપે રહી હતી.