Get The App

24 કલાકમાં લઘુત્તમ તાપમાન સવા ડિગ્રી વધતાં ઠંડી ઘટી : સિઝનલ બિમારી વધી

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
24 કલાકમાં લઘુત્તમ તાપમાન સવા ડિગ્રી વધતાં ઠંડી ઘટી : સિઝનલ બિમારી વધી 1 - image


- મહત્તમ તાપમાન પણ વધીને 28.2 ડિગ્રીથી વધીને 31 ડિગ્રીએ પહોંચ્યું 

- પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાક યથાવત રહેતાં ભાવેણાંવાસીઓએ બેઠા ઠારની અનુભૂતિ કરી, હજુ આગામી સમયમાં ઠંડી વધે તેવી શક્યતા 

ભાવનગર : ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થતા અને પવનની ઝડપ ઘટતા ઠંડી ઘટી છે તેથી ભાવનગર શહેરીજનોની સાથોસાથ જિલ્લાવાસીઓને પણ રાહત થઈ છે. જો કે, હાલ એકાદ સપ્તાહથી ઠંડીની અસર ઘટી છે પરંતુ આગામી દિવસોમાં ફરી એક વખત તિવ્ર ઠંડી પડે તેવી શક્યતા જણાઈ રહી છે. જો કે, ઠંડીમાં સતત વધ-ઘટના કારણે સિઝનલ બિમારીના દર્દીઓની સંખ્યા વધી હોવાનું જાણવા મળેલ છે. 

ભાવનગર શહેર અને જિલ્લામાં જાન્યુઆરી માસના પ્રારંભથી ઠંડીનો ચમકારો વધ્યો હતો. અને બીજા સપ્તાહમાં ઠંડીનો પારો  સતત નીચે ગગડતાં શહેરીજનોની સાથે ગોહીલવાડવાસીઓએ પણ તિવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. હાડ ધુ્રજાવતી ઠંડીની સાથોસાથ પવનની ઝડપ પણ વધુ રહેતાં લોકો ગરમ વસ્ત્રોના સહારે રહેવાની ફરજ પડી હતી. જો કે, આ સમય દરમિયાન રાત્રિના ૧૦ કલાક બાદ રસ્તા પર કુદરતી કફર્યું જેવો માહોલ જોવા મળ્યો હતો. આ પણ અધુરૂં હોય તેમ ઠંડીના કારણે શરદી- ઉધરસ જેવી સિઝનલ બિમારીના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળ્યો છે અને હાલ તેમાં પણ ઉતરોત્તર વધારો થઈ રહ્યો હોવાનું તબીબી સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું. 

દરમિયાનમાં આજે સાંજે પુરા થયેલાં ૨૪ કલાકના અંતે આજે નોંધાયેલાં ભાવનગરના તાપમાનમાં ગતરોજની સરખામણીએ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. જેમાં ભાવનગર શહેર-જિલ્લામાં આજે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું હતું.જયારે આજે ભેજનું પ્રમાણ ૩૮ ટકા અને પવનની ઝડપ ૮ કિલોમીટર પ્રતિકલાક નોંધાઈ હતી. જો કે, આજની સરખામણીએ ગત શનિવારે ભાવનગર શહેર અને જિલ્લાનું મહત્તમ તાપમાન ર૮.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧પ.૮ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનું પ્રમાણ પ૬ ટકા અને પવનની ઝડપ ૮ કિલોમીટર પ્રતિકલાક નોંધાઈ હતી.એટલેકે, ૨૪ કલાકમાં  ગતરોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન આશરે દોઢ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન આશરે સવા ડિગ્રી વધ્યુ હતું. જયારે ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં ઠંડીમાં રાહત રહી હતી. જો કે, અને પવનની ઝડપ યથાવત  રહેતાં ભાવેણાંવાસીઓએ મોડીરાત્રે  ઠંડકભર્યા વાતાવારણ અને બેઠા ઠારની અનુભૂતિ કરી હતી. 

ઉલ્લેખનિય છે કે,મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધતા ઠંડીનું જોર ઘટી ગયુ છે તેથી લોકોને રાહત થઈ છે. બે દિવસ પૂર્વે તાપમાન નીચું હોવાથી અને પવનની ઝડપી વધુ હોવાથી ઠુંઠવી નાખે તેવી ઠંડી પડી રહી હતી પરંતુ હાલ ઠંડી ઘટી જતા લોકોને હાશકારો થયો છે. ઠંડા પ્રદેશોમાં હજુ બરફ પડી રહ્યો છે તેથી આગામી દિવસોમાં ઠંડી પડવાની શકયતા છે. 


Google NewsGoogle News