Get The App

મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર ફરિયાદ થઈ હોવાનો દાવો

કાશ્મીર પોલીસે ધરપકડ કરતાં જ અમદાવાદ પોલીસે ફરિયાદ લેવાની શરૂઆત કરી

Updated: Mar 24th, 2023


Google NewsGoogle News
મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર ફરિયાદ થઈ હોવાનો દાવો 1 - image

અમદાવાદ, 24 માર્ચ 2023 શુક્રવાર

મહાઠગ કિરણ પટેલ કાશ્મીરના સિનિયર અધિકારીઓને ક્રિમ પોસ્ટીંગની લાલચ આપી હતી. કાશ્મીરમાં રોકાણકારો લાવવાની વાતો કરી ઝેડ પ્લેસ સિક્યુરીટી મેળવી હતી અને તે છેક પાકિસ્તા બોર્ડર સુધી જઇ આવ્યો હતો. આ મહાઠગ કિરણે ગુજરાતમાં ઘણા ઇચ્છુક ઉમેદવારોને વિધાનસભાની ટીકીટ અપાવાની પણ લાલચ આપી હતી હવે આવા ઉમેદવારો પાસેથી પૈસા પડાવ્યા હતા કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. પૂર્વ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાના મુદ્દે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોધાઇ છે. જ્યારે કિરણ જ્યાં રહેતો હતો. તે ઘોડાસરનો બંગલો પણ તેણે પચાવી પાડ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે જ અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા કિરણ વિરુદ્ધ રાજયમાં ચાર ફરિયાદ થઇ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

અમદાવાદના લોકોને તેની જરૂરીયાત મુજબની લાલચ આપી પૈસા પડાવતા મહાઠગ કિરણ પટેલે ધીરે ધીરે દિલ્હી સુધીના ખેલ પાડવાની શરૂઆત કરી હતી. તેની ફાવટ આવી જતાં કિરણે અમદાવાદ અને ગાંધીનગરના લોકોને દિલ્હીમાં નેતાઓ મંત્રીઓ અને સિનિયર ઓફીસરો સાથે મિટીંગ કરાવીને તથા જે તે ટેન્ડર કે કામ અપાવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા.દિલ્હીથી કિરણે ઉત્તરાખંડ અને કાશ્મીર સુધી પોતાનો વ્યાપ વધાર્યો હતો. કાશ્મીરમાં પોતાના બે સાગરીતો સાથે પહોંચી જતા કિરણે પોતે પીએમઓનો સિનિયર ઓફીસર હોવાનું જુઠાણુ ચલાવી અધિકારીઓ પર રોફ જમાવ્યો હતો. 

કિરણ ત્રણ વખત કાશ્મીર પહોંચી ગયો હતો. ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાનું આર્મીના જવાનોના કાફલા સાથે બુલેટપ્રુફ ગાડીઓમાં ફરવાનું અને કાશ્મીરના વિકાસ માટે તે મોટા પ્રોજેક્ટ કરી રહ્યો હોવાની વાતો ચલાવવાની અને અધિકારીનો પ્રભાવિત કરવાના. કિરણની ત્રીજી મુલાકાત વખતે જ ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ આવ્યો કે કિરણ કોઇ અધિકારી નથી એ તો ઠગ છે. આ મેસેજ મળતાં જ જેતે અધિકારીઓ કિરણની આગળ પાછળ ફરતા હતા. તેમણે કિરણની ધરપકડ કરી તેને પોલીસનો પાવર બતાવ્યો હતો. કિરણની કાશ્મીર પોલીસે ધરપકડ કરી હોવાની જાણ થતાં જ અમદાવાદમાં તેના વિરૂદ્ધ પોલીસે ફરિયાદ લેવાની શરૂઆત કરી દીધી.


Google NewsGoogle News