Get The App

સીએમએ અભ્યાસનો ક્રેઝ વધ્યો, આ વર્ષે વિદ્યાર્થીઓ 50 ટકા વધ્યા

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
સીએમએ અભ્યાસનો ક્રેઝ વધ્યો, આ વર્ષે વિદ્યાર્થીઓ 50 ટકા વધ્યા 1 - image


- સીએમમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત તા.10 ઓગસ્ટ સુધી લંબાવાઇ : ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે

        સુરત

સુરત શહેરમાં ચાટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દેશભરમાં ચમકી રહ્યા છે ત્યારે સી.એની સાથે સાથે જ વિદ્યાર્થીઓમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ (સીએમએ) માં પણ વિદ્યાર્થીઓનો ક્રેઝ વધી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે રજિસ્ટ્રેશન બમણા થયા છે.

ધોરણ ૧૨ કોર્મસ સાથે પરીક્ષા પાસ થનારા વિદ્યાર્થીઓ માટે અનેક રસ્તાઓ ખુલ્લા હોય છે. જેમાં કોર્મસ સાથે ગ્રેજયુએટ થવાની સાથે જ સી.એ, સી.એમ.એ કે સી.એસ ત્રણ ડિગ્રી એકસાથે લઇ શકાય છે. વળી પરીક્ષા પણ એક બીજી ફેકલ્ટી સાથે નહીં આવે તે રીતે લેવામાં આવે છે. આ ફેસેલીટી આપી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ કોર્મસમાં ભણવાની સાથે જ ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરીની સાથે હવે સીએમએનો કોર્સ પણ કરી રહ્યા છે. આ વર્ષે સીએમએ ફાઉન્ડેશનમાં અત્યાર સુધીમાં ૩૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂકયા છે. જયારે સીએમએ ઇન્ટરમીડીયેડમાં ૧૭૨ અને ફાઇનલ પરીક્ષા માટે ૫૦ વિદ્યાર્થીઓ મળીને કુલ ૫૬૨ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. સીએમએના માર્ગદર્શકના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વર્ષે વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન કરવાની સંખ્યા ડબલ થઇ ગઇ છે.

ધી ઇન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઇન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (સીએમએ) દ્વારા પ્રથમ લેવાતી ફાઉન્ડેશનની એન્ટરન્સ પરીક્ષા માટે કે પછી  ઇન્ટરમીડીયેડ અને ફાઇનલની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કે એનરોલમેન્ટ માટે અંતિમ તારીખ ૧૦ મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. આથી વિદ્યાર્થીઓએ માટે પ્રવેશ લેવા માટે હવે ૧૦ ઓગસ્ટ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે. 


Google NewsGoogle News