Get The App

CMAફાઉન્ડેશનનું સુરત સાઉથ ચેપ્ટરનું પરિણામ ઓલટાઇમ હાઇ 79 ટકા પરિણામ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
CMAફાઉન્ડેશનનું સુરત સાઉથ ચેપ્ટરનું પરિણામ ઓલટાઇમ હાઇ 79 ટકા પરિણામ 1 - image


- વેસ્ટર્ન રિજીયનમાં સાઉથ ચેપ્ટરનું સૌથી હાઇએસ્ટ પરિણામ : અનેક વિદ્યાર્થીઓએ 320 થી વધુ માર્કસ  મેળવ્યા

        સુરત

દેશભરમાં આજે જાહેર થયેલા સીએમએ ફાઉન્ડેશનના પરીક્ષાના પરિણામમાં  સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરનું ઓલ ટાઇમ હાઇ ૭૯ ટકા પરિણામ આવ્યુ હતુ. જેમાં વેસ્ટર્ન રિજીયનમાં પણ સાઉથ ચેપ્ટરનું પરિણામ સૌથી હાઇએસ્ટ આવ્યુ હતુ. આ પરિણામમાં સુરતના ઘણા  વિદ્યાર્થીઓના પરિણામમા માર્કસ ૩૨૦ થી ઉપર આવ્યા હતા.

ધી ઇન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર ૨૦૨૪ માં સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા સુરત સાઉથ ચેપ્ટરમાંથી પરીક્ષા આપવા બેઠેલા ૪૨૩ વિદ્યાર્થીઓમાંથી ૩૩૩ વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ ૭૯ ટકા આવ્યુ હતુ. જે ગત વર્ષે ૬૭ ટકા આવ્યુ હતુ. તેની સામે રેકોડબ્રેક પરિણામ આવ્યુ હતુ. ઇન્સ્ટિટયુટ દ્વારા મળેલી જાણકારી મુજબ વેસ્ટર્ન રિજયનમાં આવતા પાંચ સ્ટેટ ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, છતીસગઢ, મહારાષ્ટ્રમાંથી સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરનું પરિણામ અવ્વલ આવ્યુ છે. સાથે જ વિદ્યાર્થીની મહિમા સંદીપ પાટીલ વેસ્ટર્ન રિજીયનમાં ૩૩૬ માર્કસ સાથે ફસ્ટ છે. ઇન્સ્ટિટયુટ દ્વારા ટોપ-૫૦ રેન્ક જાહેર કરાતો નથી. પરંતુ સુરત સાઉથ ચેપ્ટરના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. જેમાં દસથી વધુ વિદ્યાર્થીઓના ૩૨૦ થી વધુ માર્કસ આવ્યા છે. જેમાં જીનલ કોઠારીના ૩૩૪ માર્કસ, જૈનબ ડોડીયાના પણ ૩૩૦ માર્કસ સાથે સુરત ટોપર બની છે.

સુમન હાઇસ્કુલમાં મરાઠી માધ્યમમાં ભણેલી વિદ્યાર્થીની મહિમા પાટીલ ઓનલાઇન ભણીને ટોપર બની

સીએમએ ફાઉન્ડેશનના પરિણામમાં સુરતના વિદ્યાર્થીની મહિમા સંદીપ પાટીલ કોઇ કલાસીસમાં કે ઇન્સ્ટિટયુટમાં ભણવા ગઇ નથી. પરતુ ઘર બેઠા જ ઓનલાઇન અભ્યાસ કરીને ફાઉન્ડેશનમાં ૪૦૦ માંથી ૩૩૬ માર્કસ લાવીને સુરત ટોપર બની હતી. આ વિદ્યાર્થીની ધોરણ ૧૨ સુધી પાલિકાની સુમન હાઇસ્કુલમાં મરાઠી માધ્યમમાં ભણી હતી. અને ત્યારબાદ સીએમએનો ઓનલાઇન અભ્યાસ શરૃ કર્યો હતો. શરૃઆતમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાની સમજણ પડતી ના હતી. છતા હિંમત હાર્યા વગર ઓનલાઇન અભ્યાસ કરીને પરિણામ મેળવ્યુ હતુ. આ વિદ્યાર્થીનીએ ૪૦૦ થી વધુ એમસીકયુ સોલ્વ કર્યા હતા. અને જુના પેપરો પણ મોડલ પેપરો પણ સતત અભ્યાસ કરીને સુરત ટોપર બની હતી.

સુરતના સીએમએ ફાઉન્ડેશનના ટોપર

વિદ્યાર્થીનું નામ માર્કસ/૪૦૦  સીટી રેન્ક

મહિમા પાટીલ        ૩૩૬   ૧

જીનલ કોઠારી      ૩૩૪      ૨

જૈનબ ડોડીયા      ૩૩૦      ૩

શુભમ ડીઓરા      ૩૨૬      ૪

લોકેશ પાટીલ      ૩૨૬      ૪

વિજયશ્રી દધીચ    ૩૨૬      ૪

પ્રિયદર્શની યાદવ  ૩૨૪      ૫

અંબિકા બહેતી      ૩૨૪      ૫

દિવ્યાંશી ખંડેલવાલ  ૩૨૦   ૬

કિષ્ના દાંડેકર       ૩૧૮      ૭

ડેનીલ સુરતી       ૩૧૬      ૮

જીનલ સંધવી       ૩૧૪      ૯

શ્રુતિ પટેલ          ૩૧૪      ૯


Google NewsGoogle News