Get The App

સીએમ ભુપેન્દ્ર પટેલના પુત્રની તબિયતમાં સુધાર, હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા આપી જાણકારી

તેઓને વેન્ટિલેટર પરથી પણ હવે હટાવી લેવામાં આવ્યા

હેલ્થ બુલેટિનમાં જાણકારી આપી કે હાલ તેઓ વાતચીત કરી શકે છે

Updated: May 16th, 2023

GS TEAM


Google News
Google News
સીએમ ભુપેન્દ્ર પટેલના પુત્રની તબિયતમાં સુધાર, હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા આપી જાણકારી 1 - image


સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હાલ અનુજની ત્યાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના સ્વાસ્થ્યને લઈને હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હવે અનુજ પટેલની સ્થિતિ સારી છે. તેઓને વેન્ટિલેટર પરથી હટાવી લેવામાં આવ્યા છે અને તેઓ વાતચીત કરી શકે છે. 

સીએમ ભુપેન્દ્ર પટેલના પુત્રની તબિયતમાં સુધાર, હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા આપી જાણકારી 2 - image

30 એપ્રિલે અનુજની તબિયત બગડી હતી

અનુજને 30 એપ્રિલ અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમની સર્જરી માટે એર એમ્બ્યુલન્સથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 

Tags :