CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા
મળતી માહિતી મુજબ સધન સારવારના પગલે અનુજ પટેલની તબિયત સુધારા પર છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયત લથડતા તેને સારવાર માટે વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. સમાચાર મળતા જ મુખ્યમંત્રી પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા. સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે તેને સ્ટ્રોક આવ્યો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને સ્ટ્રોક આવતા હોસ્પિટલ લઈ જવાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે તેમને એસજી હાઈવે પર આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. અહીં નિષ્ણાત તબીબો દ્વારા તેમની સારવાર કરાઈ રહી છે. હાલમાં હોસ્પિટલમાં અનુજ પટેલની સધન સારવાર ચાલી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલ પહોચી ગયા હતા. જો કે મોડી સાંજે મળતી માહિતી મુજબ સધન સારવારના પગલે અનુજ પટેલની તબિયત સુધારા પર છે.