CM ભૂપેન્દ્ર પટેલનું નાનું મંત્રીમંડળ : જાણો 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓના નામ
ગુજરાતના રાજ્યના રાજ્યપાલ દ્વારા સીએમ અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા
અમદાવાદ, 12 ડિસેમ્બર 2022, સોમવાર
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમત મેળવ્યા બાદ આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે અને ૮ કેબીનેટ મંત્રી અને 6 રાજ્યકક્ષાના ૨ રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો)ના મંત્રીઓએ શપથ લીધા હતા. આ શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહીત કેન્દ્રીય મંત્રીઓ તેમજ જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ શપથવિધિમાં વિશાળ સંખ્યામાં જનસમુદાઈ પણ હાજર રહ્યો હતો. આજે બપોરે બે વાગ્યે વિજય મુર્હુતમાં શપથવિધિનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે હેલીપેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ગુજરાતના રાજ્યપાલ દ્વારા સીએમ અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
- કેબીનેટ મંત્રી
1.બળવંતસિંહ રાજપૂત
2. ઋષિકેશ પટેલ
3. કનુ દેસાઈ
4. રાઘવજી પટેલ
5. કુંવરજી બાવળિયા
6. ભાનુબેન બાબરીયા
7. કુબેર ડિંડોર
8. મૂળુભાઈ બેરા
- રાજ્યકક્ષાના મંત્રી
9.પરસોત્તમ સોલંકી
10. મુકેશ પટેલ
11. બચુ ખાબડ
12. કુંવરજી હળપતિ
13. પ્રફુલ પાનસેરિયા
14. ભીખુભાઈ પરમાર
- રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો)
15. હર્ષ સંઘવી
16. જગદીશ પંચાલ