Get The App

જમીનના હેતુફેરના પ્રીમિયમ અંગે સરકારનો નિર્ણય, કલેક્ટરને સોંપાઈ વસૂલાતની સત્તા

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
CM Bhupendra Patel


CM Bhupendra Patel Big Decision : ગુજરાતમાં જમીન હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રીમિયમ વસૂલાતની સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે. 

રાજ્યમાં જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરી અંગીની દરખાસ્તોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા કલેક્ટર પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમની મંજૂરી આપી શકશે.

આ પણ વાંચો : CBSE બોર્ડે 10 અને 12ના અભ્યાસક્રમમાં 15% ઘટાડો કર્યો, પરીક્ષાની પેટર્ન પણ બદલાઈ

બોનાફાઈડ પરચેઝરની અરજીની મંજૂરીમાં વધુ સમય લાગતો હતો

રાજ્યમાં જમીન હેતુફેરની કામગીરીના નિયમો પ્રમાણે, જો 50 લાખ રૂપિયાથી વધુ જમીનની વેલ્યુએશન હોય તો બોનાફાઈડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી મંજૂરી લેવી ફરજિયાત હતું. જેમાં પરચેઝર્સ દ્વારા કરવામાં આવેલી અરજીની મંજૂરી પ્રક્રિયા વિવિધ તબક્કે વિચારણામાં લાગતા વધુ સમયને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલે સત્તા વિકેન્દ્રીકરણમાં મોટો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો : પ્રિયાંશુ હત્યા કેસ : આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

જિલ્લા કલેક્ટરને સોંપાઈ મંજૂરીની સત્તા

ભૂપેન્દ્ર પટેલ દ્વારા જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કર્યો છે, ત્યારે મહેસુલ વિભાગના તા.17/03/2017ના ઠરાવમાં ફેરફાર કરીને હવે જિલ્લા કલેક્ટરને પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તાઓ સોંપવામાં આવી છે. આમ કરવાથી બોનાફાઈડ પરચેઝર્સની અરજી પર વધુ ઝડપથી કામગીરી હાથ ધરાશે અને મંજૂરીમાં વધુ સમય લાગશે નહીં.


Google NewsGoogle News