પાલની ગ્રીન સિટીમાં કાપડ વેપારીની પત્નીએ નવમા માળેથી મોતની છલાંગ લગાવી
- સુરતમાં ચાર વ્યકિતના આપઘાત
- ઉધનામાં એકલવાયા જીવનથી કટાંળી યુવાન, ડીંડોલીમાં પતિ બહાર જમવા નહી લઇ જતા પત્ની, વરાછામાં કેન્સરની બિમારીના લીધે વૃધ્ધે જીવન ટુંકાવ્યું
સુરત,:
સુરતમાં આપધાતના ચાર બનાવમાં પાલ ખાતે રવિવારે બપોરે ડિપ્રેશનમાં આવીને કાપડ વેપારીની પત્ની, ઉધનામાં એકલવાયુ જીવનથી કટાંળી યુવાન, ડીંડોલીમાં પતિ બહાર જમવા નહી લઇ જતા માંઠુ લાગતા મહિલા, વરાછામાં કેન્સરની બિમારીના લીધે વૃધ્ધએ આત્મહત્યા કરી મોતને વ્હુલ કર્યુ હતું.
સિવિલ અને સ્મીમેરથી મળેલી વિગત મુજબ પાલ ભાઠાગામ ખાતે ગ્રીનસીટીમાં રહેતા ૩૦ વર્ષીય વર્ષાબેન શ્યામકુમાર પંજવાણીએ રવિવારે બપોરેના નવમા માળે ફ્લેટની બાલ્કનીમાંથી નીચે છલાંગ મારતા ભાગદોડ થઇ જવા પામી હતી. જેમાં તેને ગંભીર ઇજા થતા પરિવારજનો સારવાર માટે અડાજણ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જયારે વર્ષાબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે,જ્યારે તે માનસિક ડિપ્રેશનની બિમારી પીડતા હોવાથી દવા ચાલતી હતી. તેમણે ડિપ્રેશનને લીધે આ પગલું ભર્યુ હોવાની શક્યતા છે.
બીજા બનાવમાં ઉધનામાં સત્યનગરમાં શ્યામકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો ૩૮ વર્ષીય હરીશ પરસોતમ પટેલ રવિવારે બપોરે ઘરમાં છતના લોખંડના હુક સાથે ધાબળો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે, હરીશ છેલ્લા ધમા સમયથી ડાયાબીટીસની બિમારી પીડાતો અને એકલવાયુ જીવન જીવતો હતો. આવા સંજોગોમાં તે ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તે મકાનની દલાલી કરતો હતો.
ત્રીજા બનાવમાં ડીંડોલીમાં સુમન આવાસમાં રહેતી ૨૬ વર્ષીય દિપાલી મુકેશ સિરસાઠ રવિવારે રાતે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યુ કે, દિપાલી મુળ મહારાષ્ટ્રની વતની હતી. જોકે તેણે પતિને બહાર જમવા લઇ જવા કહ્યુ હતુ. જોકે તેના પતિએ તેને કહ્યુ કે હું થાકીને આવ્યો હોવાથી હાલમાં જવાની ના પાડી. જેથી તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેના પતિ ટેમ્પો ચલાવે છે.
ચોથા બનાવમાં વરાછામાં અશ્વનિકુમાર રોડ દિનબંધુ સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય પોપટભાઇ ગંગારામભાઇ મહાજન આજે સોમવારે સવારે અશ્વનિકુમાર ગૌશાળા પાસે ડ્રેનેજ હાઉસની જાળીના એંગલ સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે કહ્યુ કે, તે ગળાના કેન્સરની બિમારી પીડાતા હોવાથી સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હતુ. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે.